
Bhakti Rathod Jethva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Live case corona ત્રીજા સ્ટેજની શરૂઆત રોડ રસ્તે થી કોરોના અસર ગ્રસ્ત મળવાનું ચાલુ ઘરે રહો અને સાચવો આપનાં પરીવાર અને આપને” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 22 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 10 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોનાના દર્દીને રસ્તા પરથી પકડી પાડવામાં આવ્યો તેનો આ વિડિયો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો હાલની પરિસ્થિતિમાં આ પ્રકારે કોઈ કોરોના ગ્રસ્ત દર્દીને રસ્તા પરથી પકડી પાડવામાં આવ્યો હોય તો તમામ મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય તેથી અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમન ઘણા પરિણામ પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેમાં આ વિડિયો સુરતના ડિંડોલી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથ સર્ચ કરતા અમને ગુજરાત સમાચારનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયોમાં દેખાતો વ્યક્તિ કોરોના ગ્રસ્ત નહિં પરંતુ માનસિક અસ્થિર હોઈ શકે છે જે અંગે આરોગ્ય અધિકારી દ્વારા તેની પુછપરછ શરૂ કરવામાં આવી છે.”
ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને TRISHULNEWSનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયોમાં દેખાતો વ્યક્તિ માનસિક અસ્થિર છે. તેને કોરોના હોવાની વાત સદ્દ્તર ખોટી છે. તેને આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ યુવાન એક મેડિકલમાં નોકરી કરતો હોવાનું પણ જણાવવામાં આવ્યુ હતુ.”
ત્યારબાદ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે સુરત મનપાના આરોગ્ય ડેપ્યુટી કમિશ્રનર ડો. આશિષ નાયકનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વ્યક્તિ કોરોના ગ્રસ્ત હોવાની વાત તદ્દન ખોટી છે. તેમનામાં એક પણ કોરોનાના લક્ષણ જોવા નથી મળ્યા, લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા વિનંતી છે.”
તેમજ અમે સુરત સિવિલ હોસ્પિટલના તબિબિ અધિક્ષક ડો.કેતન નાયકનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વાત તદ્દન ખોટી છે. આ વ્યક્તિ માનસિક વિકલાંગ છે. તેનામાં કોરોનાના કોઈ લક્ષણો જોવા નથી મળ્યા, લોકોએ ભ્રામક થવાની જરૂર નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં દેખાતા વ્યક્તિને કોરોના વાયરસ હોવાની વાત તદ્દન ખોટી છે. તે માનસિક વિકલાંગ છે. લોકોને ભ્રામક કરવા આ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.

Title:શું ખરેખર રસ્તા પરથી કોરોના દર્દીને ઉઠાવ્યા હોવાનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
