થ્રીડી એનિમેશન દ્વારા બનાવવામાં આવેલો ડાયનોસોરનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

Rim Zim Soda Chikuwadi નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બધા લોકોની ફરમાઈસ હતી કે 2020 માં ડાયનોસોર બાકી રહી ગયા છે તો તમારી ઈછા પુરી થઇ ગઇ લો જોય લો આવી ગયા . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 2020 માં જોવા મળેલા ડાયનોસોરનો છે. આ પોસ્ટને 40 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 2 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યો હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.08.11-18_37_28.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 2020 માં જોવા મળેલા ડાયનોસોરનો છે કે કેમ?  એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં દેખાઈ રહેલા ડાયનોસોર પર લોકો પાણી, કાંકરા વગેરે નાંખી રહ્યા છે છતાં પણ ડાયનોસોરને કોઈ જ અશર થતી નથી. તેમજ તે આગળ જઈને થોડાક અંતર પછી પાછો આવે છે જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે આ કોઈ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. ટેકનોલોજીની ભાષામાં આવી ટેકનોલોજીને ‘ઓગમેંન્ટેડ રિયાલીટી’ કહે છે. જેના ઉપયોગથી તમે પણ આવો વીડિયો બનાવી શકો છો. 

અમારી વધુ તપાસમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને અમને નેશનલ જીયોગ્રાફીની વેબસાઈટ પર એ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, ડાયનોસોર આશરે 6.5 કરોડ વર્ષો પહેલાં જ પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયા હતા.

ગુગલ દ્વારા થોડાક સમય પહેલાં જ ‘એઆર સર્ચ ફીચર’ બનાવવામાં આવ્યું હતું. જે અંગેની માહિતી તમે નીચે જોઈ શકો છો.

screenshot-blog.google-2020.08.23-23_23_43.png

Archive

ઉપરોક્ત વીડિયોમાં ઉપયોગમાં લેવાયેલી ‘AR ટેકનોલોજી’ અંગેની માહિતી તમે અહીં એક સમાચારમાં પણ જોઈ શકો છો. timesnownews.com

અમારી વધુ તપાસમાં ગુગલના એક કર્મચારી Marvin Chow દ્વારા 1 જુલાઈ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં AR ટેકનોલોજી દ્વારા ડાયનોસોરનો થ્રીડી વીડિયો બનાવવામાં આવ્યો હતો એવી માહિતી આપવામાં આવી છે.

Archive

અન્ય બે મીડિયા હાઉસ દ્વારા પણ પોસ્ટમાં મૂકવામાં આવેલો ડાયનોસોરનો વીડિયો ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. જે તમે અહીં જોઈ શકો છો. patrika.com | amarujala.com

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ડાયનોસોરનો વીડિયો થ્રીડી ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવ્યો છે. આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ડાયનોસોરનો વીડિયો થ્રીડી ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવ્યો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:થ્રીડી એનિમેશન દ્વારા બનાવવામાં આવેલો ડાયનોસોરનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False