કોંગ્રેસના નેતાનો વીડિયો ભાજપના નેતાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહાર ભાજપના નેતા ભાષણ કરતી વખતે સ્ટેજ પરથી નીચે પડી ગયા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતા નેતા બાજપના નહીં પરંતુ બિહાર કોંગ્રેસના નેતા મશકૂર અહમદ ઉસ્માની છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Palbhai Ambaliya નામના ફેસબુક યુઝર દ્વારા 3 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બિહાર ભાજપના આ નેતાના ભાષણનું ટાઇમિંગ ગજબનું છું બોલ્યા…. ને તરત જ અમલ…… આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહાર ભાજપના નેતા ભાષણ કરતી વખતે સ્ટેજ પરથી નીચે પડી ગયા તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ANI દ્વારા 29 ઓક્ટોમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દરભંગા ખાતેની એક રેલી દરમિયાન જાલે વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર મશકૂર અહમદ ઉસ્માની સંબોધન કરતાં કરતાં સ્ટેજ પરથી નીચે પડી ગયા હતા.

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ  શકો છો. Dainik Jagran | ABP NEWS | The Lallantop

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બિહારના ભાજપના નેતાનો નહીં પરંતુ કોંગ્રેસના નેતા મશકૂર અહમદ ઉસ્માનીનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Avatar

Title:કોંગ્રેસના નેતાનો વીડિયો ભાજપના નેતાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False