વિડિયોમાં દેખાતી મહિલાની ઓળખ એન્ટોનિયા ફારિયાસ તરીકે થઈ હતી, જે ટીમ આર્જેન્ટીના માટે રસોયા તરીકેનું કામ કરે છે.

રવિવારે ફિફા વર્લ્ડ કપ જીત્યા બાદ મેદાન પર મેસીને ગળે લગાવતી એક મહિલાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે લોકો વિડિયો શેર કરી રહ્યા છે તેઓ દાવો કરે છે કે, “ફાઇનલમાં ફ્રાન્સ સામેની જીત બાદ મેસ્સી તેની માતા સેલિયા મારિયા કુસિટિનીને ગળે લગાવીવે ભાવુક થયા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Gujarati Jagran નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ડિસેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફાઇનલમાં ફ્રાન્સ સામેની જીત બાદ મેસ્સી તેની માતા સેલિયા મારિયા કુસિટિનીને ગળે લગાવીવે ભાવુક થયા છે.”

Facebook | Fb post Archive | Fb Article archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે આ દાવાની સત્યતા ચકાસવા માટે, ગૂગલ પર સંબંધિત કીવર્ડ સર્ચ દ્વારા એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં મેસ્સીની માતા સ્ટેડિયમમાં હાજર હતી કે કેમ. પરિણામે, મેસ્સીની માતા ‘સેલિયા મારિયા કુસિટિની’ સ્ટેડિયમમાં હાજર રહી અને તેના પુત્રની રમતનો આનંદ માણ્યો. માતા સેલિયા મારિયા કુસિટિનીના ફોટામાં તેણીએ જાંબલી જર્સી પહેરેલી છે, આર્જેન્ટિનાની રાષ્ટ્રીય જર્સી નથી અને ટેટૂ નથી.
બીજી તરફ વાયરલ વિડિયોમાં દેખાતી મહિલા મેસ્સીને ગળે લગાવી રહી છે, તેણે આર્જેન્ટિનાની ઓફિશિયલ બ્લુ એન્ડ વ્હાઇટ જર્સી પહેરી છે અને તેના હાથ પર ટેટૂ છે. નીચે સરખામણી ફ્રેમ જુઓ:

અહીંથી સ્પષ્ટ થાય છે કે મેસી જે મહિલાને ગળે લગાવે છે તે મેસીની માતા ન હોઈ શકે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ જીત્યા બાદ મેસ્સી તેની માતા ‘સેલિયા મારિયા કુસિટિની’ને ગળે લગાડતો નીચેનો ફોટો જુઓ.


તો મેસીને ગળે લગાવી રહેલી આ મહિલા કોણ છે?
આ પ્રશ્નનો જવાબ શોધવા માટે, ગૂગલ સહિત વિવિધ સોશિયલ મિડિયા પર સંબંધિત કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આર્જેન્ટિનાના મિડિયા LA NACIONનો અહેવાલ પ્રાપ્ત થયો હતો જે મુજબ, આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમની રસોયા એન્ટોનિયા ફારિયાસ વાયરલ વિડિયોમાં મેસ્સીને ગળે મળી રહી છે.

યુએસ સ્થિત ન્યૂઝ એજન્સી ઇન્ફોબેએ પણ મહિલાની ઓળખ આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમના રસોયા એન્ટોનીયા ફારિયાસ તરીકે કરી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, મેસી જે મહિલાને ગળે લગાવે છે તે તેની માતા નથી. આ મહિલાની ઓળખ એન્ટોનિયા ફારિયાસ તરીકે થઈ હતી, જે ટીમ આર્જેન્ટીના માટે રસોયા તરીકેનું કામ કરે છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake Check: મેચ બાદ ભાવુક થઈ મેસી જેમને ગળે મળ્યો તે તેમની માતા નથી… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
