શું ખરેખર ધાર્મિક જાનીના ડોક્યુમેન્ટ હાલમાં જ મળી આવ્યા છે….? જાણો શું છે સત્ય…..

False સામાજિક I Social

Hasam Ghumra નામના ફેસબુક યુઝર દ્વારા 28 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. Mo 98987 84398: આ ભાઈ ના કાર્ડ સિદ્ધપુર ખાતે જડેલ છે
‪98987 84398: તો જામનગર નું કોઈ ગ્રુપ હોય તો એમાં પોસ્ટ કરો શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 20 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 39 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ધાર્મિક જાની નામના વ્યક્તિના ડોક્યુમેન્ટ હાલમાં જ સિધ્ધપુર પાસેથી મળી આવ્યા છે. 

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા નંબર પર વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા 2 વર્ષથી તેઓને આ પ્રકારે ફોન આવી રહ્યા છે, જયારે તેઓ ધાર્મિકભાઈને ઓળખતા પણ ન હોવાનું તેમજ આ અંગે પોલીસને પણ વાત કરી હોવાનું તેઓ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ. 

ત્યારબાદ અમે લાઈસન્સમાં આપવામાં આવેલા નંબર પરથી ધાર્મિક જાનીનો સંપર્ક સાધ્યો હતો. અને તેમણે અમને જણાવ્યુ હતુ કે, તેઓના ડોક્યુમેન્ટ વર્ષ 2017માં ખોવાયા હતા અને 05 જૂન 2017ના તેમને તેમના ડોક્યુમેન્ટ પહોચી ગયા હતા. છતા પણ આ પ્રકારના મેસેજ વાયરલ થતા તેમના દ્વારા એક પોસ્ટ બનાવવામાં આવી હતી અને શેર કરવામાં આવી હતી. જે આપ નીચે જોઈ શકો છો.

DHARMIK REPLY.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા ડોક્યુમેન્ટ 2 વર્ષ પહેલા જ તેના ધારક એટલે કે ધાર્મિક જાની ને મળી ગયા હોવાનું જણાવવામાં આવ્યુ હતું. હાલમાં આ ડોક્યુમેન્ટ મળી આવ્યા હોવાની વાત ખોટી છે.

Avatar

Title:શું ખરેખર ધાર્મિક જાનીના ડોક્યુમેન્ટ હાલમાં જ મળી આવ્યા છે….? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False