હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક સળગતી કાર રસ્તા પર એક જગ્યા પર ઉભી છે બાદમાં પોતાની મેળે દોડવા લાગે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રસ્તા પર દોડતી સળગતી કારનો આ વીડિયો રાજકોટ અને મુંબઈનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રસ્તા પર દોડતી સળગતી કારનો આ વીડિયો રાજકોટ અને મુંબઈનો છે.


Facebook


Facebook

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને રાજસ્થાન પત્રિકાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “કલ્પના કરો કે જ્યારે મૃત્યુ તમારી પાછળ દોડે છે ત્યારે કેવું લાગતું હશે, જયપુરના લોકોએ ડર અને આતંકની તે ભયાનક ક્ષણ જોઈ છે, આ લોકોને આ વાતનો અહેસાસ ત્યારે થયો જ્યારે એક સળગતી કાર તેમની પાછળ દોડી અને લોકો બૂમો પાડીને જીવ બચાવવા આગળ દોડ્યા. જયપુરમાં MG હેક્ટર કાર ડ્રાઇવર વગર રોડ પર દોડી ગઈ.”

તેમજ વધુ સર્ચ કરતા અમને ટીવીનાઈન ભારતવર્ષની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે આ જ માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને નવભારત ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ચાલતી કારમાં આગ લાગવાની આ ઘટના બપોરે પોણા બે વાગ્યાના અરસામાં બની હતી. કાર એમઆઈ રોડ થઈને માનસરોવર તરફ જઈ રહી હતી. કાર અજમેરી પુલિયાથી એલિવેટેડ રોડ પર ચઢી હતી. કાર સોડાલા ચારરસ્તા પાસે પહોંચી ત્યાં સુધીમાં આગ લાગી હતી. આ પછી, સળગતી કાર સોડાલા ચારરસ્તાથી શ્યામ નગર શાક માર્કેટ સુધી એટલે કે 300 મીટરથી વધુના અંતરે દોડતી રહી. આ દરમિયાન અનેક વાહનો એલિવેટેડ રોડ પરથી પસાર થતા રહ્યા હતા. સળગતી કાર નજીકથી પસાર થતા ચાલકો ચોંકી ઉઠ્યા હતા.”


Nav Bharat Times | રચિવે


પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મુંબઈ કે રાજકોટનો નહિં પરંતુ રાજસ્થાનના જયપુર શહેરનો છે. આ વીડિયો મુંબઈ કે રાજકોટનો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)


Claim Review :   રસ્તા પર દોડતી સળગતી કારનો આ વીડિયો રાજકોટ અને મુંબઈનો છે.
Claimed By :  Social media users
Fact Check :  FALSE