સોશિયલ મીડિયા પર ટ્રેન અકસ્માતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ટ્રેક્ટર ટ્રોલી સાથે ટ્રેન રેલવે ટ્રેક પર ફસાયેલી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટ્રેન અકસ્માતનો આ વીડિયો હાલમાં પટના થી મુંબઈ જતી ટ્રેનનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ટ્રેન અકસ્માતનો આ વીડિયો હાલમાં પટના થી મુંબઈ જતી ટ્રેનનો છે.


Instagram | IN video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને હરિયાણા ન્યૂઝ અપડેટ નામની યુટ્યુબ ચેનલ પર પણ આ જ અકસ્માતનો વીડિયો મળ્યો. જે 3 સપ્ટેમ્બર 2024ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “હરિયાણાના લોહારૂમાં રેલવે ટ્રેકની નજીક ચાલી રહેલા કામને કારણે આ દુર્ઘટના થઈ હતી.”

તેમજ વધુ સર્ચ કરતા અમને 3 સપ્ટેમ્બર 2024ના અમર ઉજાલાનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર ગંગાનગરથી જયપુર જતી સ્પેશિયલ ફેર એક્સપ્રેસ ટ્રેન નંબર 04705 સોમવારે સવારે 7 વાગ્યે ખંડના કુશલપુરા ગામના રેલવે સ્ટેશન પર ઇંટોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાઈ હતી. લોહારુ જંક્શન, હરિયાણા લોહારુ-બીકાનેર રેલ્વે માર્ગ પર સ્ટેશન પર પ્લેટફોર્મ સુધારવાનું કામ ચાલી રહ્યું હતું. અહીં ઈંટો ભરેલી ટ્રોલી ખાલી કરવામાં આવી રહી હતી. જાનમાલનું કોઈ નુકસાન થયું ન હતું.


Archive

દૈનિક ભાસ્કર દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે આ લિંક પર ક્લિક કરી વાંચી શકો છો.


પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હરિયાણાના લોહારૂ સ્ટેશન પરનો છે, અને આ ટ્રેન પટનાથી મુંબઈ નહીં પરંતુ ગંગાનગર થી જયપુર તરફ જઈ રહી હતી. પટના-મુંબઈ ટ્રેનને અકસ્માત નડ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Claim Review :   ટ્રેન અકસ્માતનો આ વીડિયો હાલમાં પટના થી મુંબઈ જતી ટ્રેનનો છે.
Claimed By :  Social media users
Fact Check :  MISLEADING