વાયરલ વીડિયોને કર્ણાટક ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો માર્ચ 2022નો છે જ્યારે પીએમ યુપી વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે વારાણસી ગયા હતા. પછી તેઓએ પપ્પુના જીદ્દી ટી સ્ટોલ પર ચા પીધી.

કર્ણાટકમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે. પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ચૂંટણી-બાઉન્ડ રાજ્યના તેમના બે દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે, તેમણે ઉત્તર કર્ણાટકમાં ત્રણ જાહેર રેલીઓને સંબોધિત કરી અને શનિવારે બેંગલુરુમાં રોડ શો કર્યો.
આ સંદર્ભમાં પીએમ મોદીનો 46 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ચા પીતા જોઈ શકાય છે. આ વીડિયોમાં એક ચાવાળો પણ છે જે પોતાનો અનુભવ શેર કરી રહ્યો છે.
આ વીડિયોને કર્ણાટક ચૂંટણી સાથે જોડીને વાયરલ કરી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો કર્ણાટકનો છે. પીએમ મોદી રેલી દરમિયાન ચા પીવા ત્યાં પહોંચ્યા હતા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vatsal Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 મે 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો કર્ણાટકનો છે. પીએમ મોદી રેલી દરમિયાન ચા પીવા ત્યાં પહોંચ્યા હતા.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં અમે અલગ-અલગ કીવર્ડ દ્વારા વાયરલ વીડિયો વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામમાં અમને નવભારત ટાઈમ્સ પર પ્રકાશિત સમાચાર મળ્યા. 4 માર્ચ, 2022ના રોજ પ્રકાશિત આ સમાચાર મુજબ, વીડિયો વારાણસીનો છે. તે દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કાના પ્રચાર માટે વારાણસીના પ્રવાસે હતા.
ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીએ વારાણસીમાં રોડ શો કર્યો હતો. વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા બાદ પીએમ મોદી વિશ્વનાથ કોરિડોરથી નીકળીને ગોદૌલિયા જંગંબડી શિવલા થઈને અસ્સી પહોંચ્યા અને ત્યાં તેમણે સામાન્ય લોકોની જેમ પપ્પુની ચાની દુકાન પર ચાની ચુસ્કી લીધી.
આ સમાચાર અહીં, અહીં અને અહીં પણ જોઈ શકાય છે.
તપાસમાં, અમને લલનટોપ યુપીની યુટ્યુબ ચેનલ મળી, જેમાં પીએમ મોદીની મુલાકાતના બીજા દિવસે ફીડબેક લેવા માટે લલનટોપ યુપી પપ્પુ ચાઈ બાલા પહોંચ્યા હતો. અહીં વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ પ્રતિક્રિયા આપતો જોઈ શકાય છે.
વધુ તપાસમાં, અમે પીએમ મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટને સ્કેન કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન, અમને PM મોદીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 4 માર્ચ, 2022ના રોજ શેર કરવામાં આવેલો વાયરલ વીડિયો મળ્યો. કેપ્શન પ્રમાણે વાયરલ વીડિયો કાશીનો છે.
પ્રાપ્ત માહિતીથી સ્પષ્ટ થાય છે કે પીએમ મોદીનો રોડ કિનારે ચાની દુકાનમાં ચા પીતો આ વીડિયો કર્ણાટકનો નહીં પરંતુ કાશીનો છે.
અખિલેશ યાદવે વારાણસીમાં ‘પપ્પુ કી આડી’માં ચાની ચૂસકી લીધી, પીએમ મોદીનો ફોટો જોઈને હર્ષોલ્લાસ કર્યો.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ બે દિવસીય પ્રવાસ પર 10 ફેબ્રુઆરી 2023ના રોજ વારાણસી પહોંચ્યા હતા. આ દરમિયાન પહેલા અખિલેશ યાદવ દર્શન-પૂજા માટે નીકળ્યા અને પછી વારાણસીના અસીમાં પ્રખ્યાત પપ્પુની ચાની એડી પર ચા પીતા જોવા મળ્યા. આ ચાની દુકાન એટલા માટે પણ પ્રખ્યાત છે કારણ કે 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ચા પીધી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયોને કર્ણાટક ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો તે સમયનો છે જ્યારે પીએમ મોદી માર્ચ 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે વારાણસી ગયા હતા. પછી તેઓએ પપ્પુના જીદ્દી ટી સ્ટોલ પર ચા પીધી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ચા પી રહેલા પીએમ મોદીનો આ વીડિયો કર્ણાટકનો નહીં પણ વારાણસીનો છે… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
