તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહિલા હેલ્પલાઈનના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોઈ પણ મહિલા 1091 અને 787018555 આ નંબર પર ફોન કરીને મદદ માગીને પોતાના લક્ષ્યસ્થાન પર પહોંચી શકે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, 1091 મહિલા હેલ્પલાઈન નંબર એ એક રાષ્ટ્રીય નંબર છે જ્યારે 7837018555 નંબર એ ફક્ત લુધિયાણાની મહિલાઓ માટે જ શરૂ કરવામાં આવેલી યોજના માટે છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 3 ડિસેમ્બર, 2023ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પોલીસે નિ:શુલ્ક રાઇડ યોજના શરૂ કરી છે જ્યાં કોઈપણ મહિલાઓ કે જેઓ એકલી હોય અને રાત્રે 10 થી 6 વાગ્યે ઘરે જવા માટે વાહન ન મેળવી શકતી હોય તે પોલીસ હેલ્પલાઇન નંબર્સ (1091 અને 7837018555) પર સંપર્ક કરી શકે છે અને વાહનની વિનંતી કરી શકે છે. તેઓ 24×7 કલાક કામ કરશે. કંટ્રોલ રૂમનું વાહન અથવા નજીકનું પીસીઆર વાહન / એસએચઓ વાહન તેને સુરક્ષિત રૂપે તેના લક્ષ્યસ્થાન પર લઈ જશે. આ મફતમાં કરવામાં આવશે. આ સંદેશ તમે જાણો છો તે દરેકને આપો. તમારી પત્ની, પુત્રીઓ, બહેનો, માતાઓ, મિત્રો અને તમે જાણતા હોય તેવી બધી મહિલાઓને નંબર મોકલો .. તેને બચાવવા માટે તેમને કહો .. બધા પુરુષો કૃપા કરીને તમે જાણો છો તે બધી મહિલાઓ સાથે શેર કરો .... કટોકટીના કિસ્સામાં મહીલાઓ *ખાલી સંદેશ અથવા મિસ્ડ call* કરી શકે છે .. તેથી પોલીસ તમારું સ્થાન શોધી શકશે અને તમને મદદ કરશે 🌹 *સમગ્ર ભારતમાં લાગુ*. પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોઈ પણ મહિલા 1091 અને 787018555 આ નંબર પર ફોન કરીને મદદ માગીને પોતાના લક્ષ્યસ્થાન પર પહોંચી શકે છે.

Facebook Post | Archive

આ સિવાય પણ અન્ય ઘણા બધા ફેસબુક યુઝર દ્વારા આ માહિતી શેર કરવામાં આવી હતી. જે તમે અહીં જોઈ શકો છો. Facebook Post 1 | Facebook Post 2 | Facebook Post 3 | Facebook Post 4

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને NDTV દ્વારા વર્ષ 2019માં પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “લુધિયાના પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે રાત્રિના 10 થી સવારે 6 વાગ્યા સુધી નિ:શુલ્ક સવારીની યોજના શરૂ કરવામાં આવી છે. જેના માટે 1091 અને 7837018555 હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ વધુમાં અમને એ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, આ યોજના ફક્ત લુધિયાના પૂરતી જ મર્યાદિત છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.”

NDTV | Archive

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા ત્યા ફરજ પર હાજર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે આ પ્રકારની કોઈ સુવિધા હાલમાં સરૂ કરવામાં નથી આવી. તેમજ ગુજરાત રાજ્યમાં મહિલાઓ માટે અભ્યમ 181 હેલ્પલાઈન નંબર ઉપલબ્ધ છે. જેમાં મહિલાઓ ઘરેલુ હિંસા કે કોઈ પણ સમયે પોલીસ મદદ મેળવવા માટેના કિસ્સામાં આ નંબર પર કોલ કરી શકે છે. 1091 એ એક રાષ્ટ્રીય નંબર છે જેને મહિલા કમિશન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે.”

અમારી વધુ તપાસમાં અમને નાગપુર સીટી પોલીસ દ્વારા 4 ડિસેમ્બર, 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નાગપુર પોલીસ દ્વારા પણ લુધિયાનાની જેમ જ મહિલાઓ માટે નિ:શુલ્ક સવારી તેમજ સહાયતા માટે 100, 1091 અને 07122561103 હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, 1091 મહિલા હેલ્પલાઈન નંબર એ એક રાષ્ટ્રીય નંબર છે જ્યારે 7837018555 નંબર એ ફક્ત લુધિયાણાની મહિલાઓ માટે જ શરૂ કરવામાં આવેલી યોજના માટે છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો મહિલાઓ માટે નિ:શુલ્ક સવારી યોજનાના નામે વાયરલ હેલ્પલાઈન નંબરની માહિતીના મેસેજનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context