શું ખરેખર ભંગારમાં પડેલા આ ઈલેક્ટ્રીક મીટર જીઈબીના છે…? જાણો શું છે સત્ય….

આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Abhay Gala નામના ફેસબુક યુઝર દ્વારા 8 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જી.ઈ. બી ના લાઈટ ના જાદુઈ મીટર જુવો. ભંગાર માં પડ્યા પડ્યા પણ આંકડા ફરે છે. લૂંટી લેશે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાત ઈલેક્ટ્રિસિટી બોર્ડના મીટર ભંગારમાં પડ્યા હોવા છતાં પણ કોઈ પણ વીજ જોડાણ વગર ચાલે છે. આ પોસ્ટને 27 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 74 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.21-14_57_41.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જો ખરેખર ગુજરાત ઈલેક્ટ્રિસિટી બોર્ડના મીટરો આ પ્રકારે ભંગારમાં પણ પડ્યા પડ્યા વગર વીજ જોડાણે ચાલતા હત અને આ રીતે વીડિયો વાયરલ થયો હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. એટલા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતા અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં જે માણસ બોલી રહ્યો છે તે એક મુસ્લિમ જાતિનો છે અને તે હિન્દી ભાષા બોલી રહ્યો છે. આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને માલૂમ પડ્યું કે, વીડિયોમાં 0.11 મિનિટ પછી મીટર પરનું લખાણ સ્પષ્ટ જોઈ શકાય છે. જેના પર Pak Elektron Limited Made In Pakistan લખેલું છે. તેમજ PEL કંપનીનો લોગો પણ તમે આ મીટર પર જોઈ શકો છો. આ પરથી એ સ્પષ્ટ સાબિત થઈ ગયું કે આ મીટર પાકિસ્તાનના છે અને વીડિયો પણ પાકિસ્તાનનો જ છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2019.09.21-13_46_21.png

અમારી વધુ તપાસમાં અમે ગુગલનો સહારો લઈ Pak Elektron Limited સર્ચ કરતાં અમને એ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, આ કંપનીની સ્થાપના 1956 માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર પાકિસ્તાનના લાહોરમાં આવેલું છે. તેમજ આ કંપનીનો લોગો પણ તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.google.com-2019.09.21-15_18_12.png

 Archive

ત્યાર બાદ અમે અમારી વધુ તપાસમાં Invid ટુલ્સના ઉપયોગ દ્વારા આ વીડિયોને જુદી જુદી ફ્રેમમાં તોડીને સર્ચ કરતાં અમને K.E.Shershah Kabari Market  કે જે પાકિસ્તાનના કરાંચીમાં આવેલું છે તેનો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયો પોસ્ટમાં મૂકવામાં આવેલો જ વીડિયો છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અંતમાં અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગુજરાત ઈલેક્ટ્રિસિટી બોર્ડના એક અધિકારીને આ વીડિયો અંગે વાત કરતાં તેમણે અમને જણાવ્યું હતું કે, “આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મીટર પર Made In Pakistan લખેલું દેખાય છે. તેમજ આ કંપનીના મીટર જીઈબીમાં ઉપયોગમાં લેવાતા નથી.”

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો જીઈબીના મીટરનો નહીં પરંતુ પાકિસ્તાનના ઈલેક્ટ્રિક મીટરનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો જીઈબીના મીટરનો નહીં પરંતુ પાકિસ્તાનના ઈલેક્ટ્રિક મીટરનો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર ભંગારમાં પડેલા આ ઈલેક્ટ્રીક મીટર જીઈબીના છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False