દિલ્હી કોર્ટ બહાર મહિલાની ગોળી મારી હત્યા કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

Missing Context રાષ્ટ્રીય I National સામાજિક I Social

વકીલ દ્વારા મહિલા પર ગોળી ચલાવવામાં આવી હતી પરંતુ આ મહિલાનું મોત નથી થયુ. તેને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાલમાં થોડા સમય પહેલા દિલ્હીના સાકેત કોર્ટ પરિસરમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં એક મહિલા પર વકીલ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. જે ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્હીમાં વકીલે જે મહિલા પર ફાયરિંગ કર્યુ તેનું મોત થયુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ashish Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હીમાં વકીલે જે મહિલા પર ફાયરિંગ કર્યુ તેનું મોત થયુ છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને નવભારત ટાઈમ્સનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. “જેમાં ડીસીપી સાઉથ ચંદન ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, જે મહિલાને ગોળી લાગી તેનું નામ એમ રાધા છે. જેને બે ગોળી વાગી હતી એક ગોળી પેટમાં અને એક ગોળી હાથમાં, તેને સારવાર માટે સાકેત સ્થિત મૈક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા તેની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.” 

Navbharat Times | Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને ડીસીપી સાઉથ ચંદન ચૌધરીનું નિવેદન ઈન્ડિયા ટીવીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયુ હતુ. જેમાં તેઓને કહેતા સાંભળી શકાય છે કે, “ભોગબનનાર મહિલા એમ રાધા અને એક મુનસી બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમની તબિયત સારી હોવાથી તેમને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા હતા.

તેમજ અમરઉજાલા દ્વારા 25 એપ્રિલ 2023ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “પોલીસે આ ફાયરિંગ કરનાર આરોપીની  છતરપુરના દુર્ગા આશ્રમના રહેવાસી કામેશ્વર સિંહની ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી છે જ્યાં તે ઘટના બાદ છુપાઈ ગયો હતો.

શું છે સંપૂર્ણ મામલો..?

તેમજ વધુ સર્ચ કરતા અમને એએનઆઈ દ્વારા પ્રસારિત ડીસીપી ચંદન ચૌધરીનું નિવેદન પ્રાપ્ત થયુ હતુ. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “ડિસેમ્બરમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં આજની ઘટનાની પીડિતા આરોપી છે. મહિલાએ તે વ્યક્તિ (શૂટર) પાસેથી ડબલ કરવાના વાયદા પર પૈસા લીધા હતા, તે બંને આ મામલે કોર્ટમાં પહોંચ્યા હતા. મહિલા વિરુદ્ધ છેતરપિંડીના અન્ય કેટલાક કેસ પણ નોંધાયેલા છે. આ વ્યક્તિ લાંબા સમયથી અહીં વકીલ હતો અને ઘટના સમયે તે તેના યુનિફોર્મમાં હતો.

Archive

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ડીસીપી સાઉથ ચંદન ચૌધરીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ભોગબનનાર મહિલા એમ.રાધાને ગોળી વાગ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યા તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને ડિસ્ચાર્જ આપવામાં આવી હતી.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. વકીલ દ્વારા મહિલા પર ગોળી ચલાવવામાં આવી હતી પરંતુ આ મહિલાનું મોત નથી થયુ. તેને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:દિલ્હી કોર્ટ બહાર મહિલાની ગોળી મારી હત્યા કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context