સની દેઓલની ફિલ્મના શૂટિંગનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સની દેઓલ 'નશાની હાલત'માં રોડ પર ફરે છે.

થોડા દિવસો પહેલા બોલિવૂડ એક્ટર અને બીજેપી સાંસદ સની દેઓલે પોતાના એક ઈન્ટરવ્યુમાં દારૂ ન પીવાની વાત કરી હતી. અને તેઓ કહેતા હતા કે મને સમજાતું નથી કે લોકો દારૂ કેવી રીતે પીવે છે. તેણે કહ્યું કે તે કડવું છે. હવે આ સંદર્ભમાં, તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઠોકર ખાતો અને રસ્તો ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે. ત્યાં એક વ્યક્તિ તેમને સંભાળીને ઓટો રિક્ષામાં બેસાડે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સની દેઓલ નશાની હાલતમાં મુંબઈના રોડ પર જોવા મળ્યા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 ડિસેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સની દેઓલ નશાની હાલતમાં મુંબઈના રોડ પર જોવા મળ્યા હતા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વાયરલ વીડિયોની કીફ્રેમ્સની મદદથી રિવર્સ ઇમેજ સર્ચ કરી હતી. પરિણામે અમને એક ફેન ક્લબના ટ્વિટર પેજ પર સની દેઓલના નામે એક વાયરલ વીડિયો મળ્યો. વાયરલ વીડિયો શેર કરતી વખતે લખ્યું હતું કે આ સની દેઓલની આગામી ફિલ્મ 'સફર'ના શૂટિંગનો એક સીન છે.

Archive

આગળ તપાસમાં, અમને અભિનેતા સની દેઓલનું એક ટ્વિટ પણ મળ્યું. ટ્વિટ કરીને તેણે વાયરલ વીડિયોનું લાંબુ વર્ઝન શેર કર્યું છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ શૂટિંગનો એક ભાગ છે. સનીએ તેના ટ્વીટના કેપ્શનમાં લખ્યું, “અફવાઓની સફર અહીં જ હતી.

Archive

6 ડિસેમ્બરની આ પોસ્ટમાં જે રીતે વાયરલ વિડિયો એક અલગ એન્ગલથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં લોકો સની દેઓલ સાથે કેમેરા અને માઈક્સ લઈને ચાલતા પણ જોઈ શકાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સની દેઓલની ફિલ્મના શૂટિંગનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સની દેઓલ 'નશાની હાલત'માં રોડ પર ફરે છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:સની દેઓલની આગામી ફિલ્મ 'સફર'ના શૂટિંગનો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થયો હતો.

Written By: Frany Karia

Result: False