તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનોના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે સામાજીક કાર્યકર અન્ના હજારેના નામે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, મેં પોતાના ઉપવાસ એટલા માટે તોડ્યા કે મને હમણાં જ ખબર પડી કે સરકાર કોંગ્રેસની નહીં ભાજપની છે. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સામાજીક કાર્યકર અન્ના હજારે દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં સામાજીક કાર્યકર અન્ના હજારે દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bapa Lal નામના ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવું લખવામાં આવ્યું છે કે, मैंने अपना अनसन इसलिए अस्थगित किया क्योकिं मुजे अभी पता चला सरकार कांग्रेस की नहीं बीजेपी की है !! જેનો ગુજરાતી મતલબ એવો થાય કે, મેં પોતાના ઉપવાસ એટલા માટે તોડ્યા કે મને હમણાં જ ખબર પડી કે સરકાર કોંગ્રેસની નહીં ભાજપની છે. જ્યારે તેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દેસના આ હાલ હાટુ અન્ના અને એમના આંદોલનના ગઠિયા જ જવાબદાર સે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ટ્વિટ સમાજીક કાર્યકર અન્ના હજારે દ્વારા કરવામાં આવ્યું છે.

screenshot-www.facebook.com-2021.02.02-21_23_02.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર સામાજીક કાર્યકર અન્ના હજારે દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ સામાજીક કાર્યકર અન્ના હજારે દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું હોય એવા કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે ટ્વિટર પર સર્ચ કરતાં અમને ક્યાંય પણ અન્ના હજારેનુ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.

પરંતું અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં અન્ના હજારેના જે ટ્વિટર એકાઉન્ટ પરથી આ ટ્વિટ કરવામાં આવી છે તે @AnnaHazare_ ને ટ્વિટર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે.

screenshot-twitter.com-2021.02.02-21_16_37.png

અમારી વધુ તપાસમાં અમને અન્ના હજારેનું સત્તાવાર ફેસબુક પેજ પ્રાપ્ત થયું હતું. જેમાં સર્ચ કરતાં અમને તેમના દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં આપવામાં આવેલી માહિતી મુજબ ટ્વિટ કરવામાં આવ્યું હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં સામાજીક કાર્યકર અન્ના હજારે દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે.

Avatar

Title:અન્ના હજારેના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ...

Fact Check By: Vikas Vyas

Result: False