કેરળમાં હાથણીની હત્યાના આરોપીઓના ખોટા નામ થયા વાયરલ… જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Lalit Sharma નામના ફેસબુક યુઝર દ્વારા 5 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કેરલ માં ગર્ભવતી હાથણી ને મારનાર મોહમદ અમજથઅલી અને થમીમ શેખ ને પોલીસે પકડી પાડ્યા.👍😡. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેરળમાં ગર્ભવતી હાથણીને મારનાર આરોપી મોહંમદ અમજથ અલી અને થમીમ શેખને પોલીસે પકડી પાડ્યા. આ પોસ્ટને 168 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 17 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.06.08-20_12_27.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર કેરળમાં ગર્ભવતી હાથણીને મારનાર આરોપી મોહંમદ અમજથ અલી અને થમીમ શેખને પોલીસે પકડી પાડ્યા.  એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને bbc.com દ્વારા 5 જૂન, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કેરળમાં ગર્ભવતી હાથણીના હત્યાના કેસમાં કેરળ પોલીસ અને વનવિભાગની ટીમ દ્વારા એખ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેનું નામ વિલ્સન છે. તેમજ અન્ય બે શંકાસ્પદ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમને પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવ્યા હતા. પોલીસ હજુ બીજા બે આરોપીઓની શોધખોળ કરી રહી છે.

screenshot-www.bbc.com-2020.06.08-20_42_50.png

Archive

અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ અમને આજ માહિતી સાથેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. zeenews.india.com | gujarati.news18.com

અમારી વધુ તપાસમાં અમને DD News Malayalam દ્વારા 6 જૂન, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થી હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કોર્ટે ધરપકડ કરાયેલા એક આરોપીને 14 દિવસની પોલીસ કસ્ટડીની સજા સંભળાવી છે.

Archive


અમારી વધુ તપાસમાં પલ્લકડ પોલીસની વિશેષ શાખાનો સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતું કે, આ કેસમાં હજી સુધી ફક્ત એક જ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અમજથ અલી અને તમીમ શેખ નામના કોઈ વ્યક્તિની આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. સોશિયલ મીડિયા પર આ વિશે ફેલાયેલી માહિતી અસત્ય છે. 

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કેરળમાં થયેલ ગર્ભવતી હાથણીના હત્યા કેસમાં હજુ સુધી વિલ્સન નામના એક જ વ્યક્તિની ધરપકડ થઈ છે અને અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે. તેમજ અમજથ અલી અને તમીમ શેખ નામના કોઈ જવ્યક્તિની હજુ સુધી આ કેસમાં ધરપકડ કરવામાં આવી નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કેરળમાં થયેલ ગર્ભવતી હાથણીના હત્યા કેસમાં હજુ સુધી વિલ્સન નામના એક જ વ્યક્તિની ધરપકડ થઈ છે અને અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે. તેમજ અમજથ અલી અને તમીમ શેખ નામના કોઈ જવ્યક્તિની હજુ સુધી આ કેસમાં ધરપકડ કરવામાં આવી નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:કેરળમાં હાથણીની હત્યાના આરોપીઓના ખોટા નામ થયા વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False