સોશિયલ મીડિયા પર છોકરીની લાશની તસવીર ઝડપથી શેર કરવામાં આવી રહી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે મૃતક યુવતી લવ જેહાદનો શિકાર બની છે. યુવતીને મુસ્લિમ છોકરા યામીન ખાન સાથે પ્રેમ સંબંધ હતો. જે બાદ છોકરાએ છોકરી પર રેપ કરીને તેની હત્યા કરી નાખી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુસ્લિમ પ્રેમી દ્વારા તેની પ્રેમિકાની હત્યા કરવવામાં આવી આ યુવતી લવ જિહાદનો શિકાર બની હતી.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

તપાસની શરૂઆતમાં અમે વાયરલ તસવીરને રિવર્સ ઇમેજ સર્ચ કરી હતી. પરિણામે, અમને કેટલાક મીડિયા અહેવાલોમાં વાયરલ તસવીર મળી. આજતકમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, આ ઘટના નવેમ્બર 2022માં બની હતી. જેમાં માહિતી આપવામાં આવી છે કે તસવીરમાં દેખાતી મહિલા 21 વર્ષની આયુષી યાદવ છે. જે દિલ્હીના બદરપુરની રહેવાસી હતી. લેખમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આયુષી યાદવની હત્યા તેના પિતાએ કરી હતી.

આજતક

આગળ અમને ઇન્ડિયા ટુડેનો એક અહેવાલ મળ્યો. જે મુજબ થોડા દિવસ પહેલા આયુષી તેના પિતા નિતેશ યાદવને જાણ કર્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી. જ્યારે તે ઘરે પરત આવી ત્યારે તેના પિતાએ ગુસ્સો ગુમાવી દીધો અને તેને ગોળી મારી દીધી.

ત્યારબાદ તેણે તેના શરીરને પ્લાસ્ટિકમાં લપેટીને ટ્રોલી બેગમાં ભરી દીધું અને બેગને ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર ફેંકી દીધી.

કેસની તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે આ ઘટનાનો આરોપી છોકરીનો પિતા છે. પૂછપરછ દરમિયાન પિતાએ કબૂલ્યું હતું કે તેણે તેની પુત્રીની હત્યા કરી છે. આ સમાચાર અહીં, અહીં અને અહીં પણ જોઈ શકાય છે.

તપાસ ચાલુ રાખતા અમને મથુરા પોલીસ તરફથી એક ટ્વિટ મળ્યું. 21 નવેમ્બરના રોજ પ્રકાશિત આ ટ્વીટમાં પોલીસે માહિતી આપી છે કે પીડિતાએ તેના માતા-પિતાની અસંમત હોવા છતાં કોઈ સાથે લગ્ન કર્યા હતા. આનાથી પરિવારમાં તણાવ પેદા થયો અને પરિણામે પીડિતાના પિતાએ 17 નવેમ્બરે તેને બે વાર ગોળી મારી દીધી. જે પછી, તેણીના મૃતદેહને રાતભર ઘરમાં રાખ્યા પછી, સવારે લગભગ 3 વાગ્યે, પિતાએ તેને લાલ સૂટકેસમાં પેક કરી, અને સૂટકેસને યમુના એક્સપ્રેસ વે પર ફેંકી દીધી.

મથુરા પોલીસે એક ટ્વિટમાં આરોપી માતા-પિતાની ધરપકડની તસવીર શેર કરીને ઘટનાની માહિતી આપી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, સુટકેસમાંથી મળેલી યુવતીની લાશને લવ જિહાદ સાથે કોઈ લેવાદેવા નથી. પ્રેમ પ્રકરણના કારણે તેના પિતાએ યુવતીની હત્યા કરી હતી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:સુટકેસમાંથી બાળકીની લાશ મળી આવવાની ઘટનાનો લવ જેહાદ સાથે કોઈ સંબંધ નથી, પિતાએ જ દીકરીની હત્યા કરી હતી...

Written By: Frany Karia

Result: False