આ વાત તદ્દન ખોટી છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ એક અફવા છે. આ પ્રકારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

કેટલાક મિડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર લઘુમતી બાબતોના મંત્રાલયને રદ કરી શકે છે અને તેને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય સાથે મર્જ કરી શકે છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Rohit R Rupapara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેન્દ્ર સરકાર અલ્પસંખ્યક મંત્રાલયને બંધ કરી રહી છે.”

Facebook | Fb post Archive | Facebook
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પ઼ડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે અલ્પસંખ્યક મંત્રાલયની વેબસાઈટની મુલાકાત લીધી હતી. પરંતુ આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોવાની કોઈ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી.
તેથી અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને પીઆઈબી ફેક્ટચેક દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “કેન્દ્ર સરકાર લઘુમતી બાબતોના મંત્રાલયને નાબૂદ કરી શકે છે અને તેને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સાથે મર્જ કરી શકે છે. આ એક અફવા છે લઘુમતી મંત્રાલયને રદ કરવાની કોઈ યોજના નથી.”
અલ્પસંખ્યક મંત્રાલય બંધ કરાવવાની વાત આવી ક્યાંથી.?
ત્યારબાદ અમે એ વાત જાણવા પ્રયાસ કર્યો હતો કે, મંત્રાલય બંધ કરાવવાની વાત આવી ક્યાંથી. ત્યારે અમને જાણવા મળ્યુ હતુ કે, ડેકનહેરાલ્ડ દ્વારા સુત્રોના માધ્યમથી અહેવાલ પ્રસારિત (સંગ્રહ)કર્યો હતો અને માહિતી આપી હતી. “ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારનું માનવું છે કે લઘુમતી બાબતો માટે સ્વતંત્ર મંત્રાલયની જરૂર નથી. તે માને છે કે મંત્રાલય યુપીએની તુષ્ટિકરણ નીતિના ભાગ રૂપે બનાવવામાં આવ્યું હતું. હવે, મોદી સરકાર તેને ‘લઘુમતી બાબતોના વિભાગ’ તરીકે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ પાછું લાવવા માંગે છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ વાતને મંત્રાલય દ્વારા રદિયો આપવામાં આવ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા અલ્પસંખ્યક મંત્રાલય બંધ કરી દેવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
