
Dinesh Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક સમય નો દાઉદ નો ખાસ અને મુંબઈ સમાજવાદી પાર્ટી ના નેતા અબુ આઝમી ની હાજરી માં પાકીસ્તાન જીંદાબાદ ના નારા લાગ્યા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 11 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 31 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીની હાજરીમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાડવામાં આવ્યા.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ વિડિયો ટિકટોક શોધતા જાબીર ખાન નામના ટિકટોક યુઝર દ્વારા તારીખ 15 મે ના રોજ આ વિડિયો અપલોડ કર્યો હતો.
@jabirkhan406 ♬ original sound – jabirkhan406
જો તમે આ વિડિઓ ધ્યાનથી સાંભળશો, તો તમે જોશો કે અબુ આઝમી અને મુંબઇ પોલીસ પછી “સાજીદભાઈ જિંદાબાદ” કહેવામાં આવે છે. તેઓ પાકિસ્તાન જિંદાબાદ નથી કહેતા. સાજિદભાઈ કોણ છે તે જાણવા ફેક્ટ ક્રેસેન્ડોએ અબુ આઝમીની ઓફિસનો સંપર્ક કર્યો.
કોણ છે સાજીદભાઈ..?
સાજીદ સિદ્દીકી મુંબઈમાં સમાજવાદી પાર્ટીના દક્ષિણ-કેન્દ્રિય જિલ્લા પ્રમુખ છે. જ્યારે ફેક્ટ ક્રેસેન્ડોએ તેમનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે, ”14 મેના રોજ હું અબુ આઝમી સાથે લેબર ટ્રેનમાં કામદારોને મળવા ગયો હતો. વીડિયો છત્રપતિ શિવાજી ટર્મિનસનો છે. આ ટ્રેન ઉત્તર પ્રદેશના બાંદા ખાતે રવાના કરવામાં આવી હતી. અમે આ કામદારોને નિ:શુલ્ક ઘરે જવાની વ્યવસ્થા કરી આપી હતી. તેણે અબુ આઝમીનો આભાર માન્યો અને બાદમાં મારું નામ જાહેર કર્યું.”
સાજીદ સિદ્દીકીએ વધૂમાં જણાવ્યુ હતુ કે, આ વીડિયોમાં ‘પાકિસ્તાન જિંદાબાદ’ કહેવામાં નથી આવતુ. લોકો ખોટા દાવા કરી રહ્યા છે. તે સમયે સ્ટેશન પર પોલીસ પણ હાજર હતી. જો ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લાગ્યા હોત તો કાર્યવાહી કરવામાં આવી હોત. કેટલાક લોકો સમાજમાં અણબનાવ પેદા કરવા ખોટી પોસ્ટ ફેલાવી રહ્યા છે. હવે બધાએ ભેગા થઈને માનવતાવાદી થઈ સમાજને મદદ કરવાનો સમય છે. લોકોએ સોશિયલ મીડિયા પરની અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઇએ.”
સિદ્દીકીએ વાયરલ વીડિયોની બીજી બાજુ બતાવતો એક વીડિયો ફેક્ટ ક્રેસસેન્ડોને મોકલ્યો હતો. તમે તેને નીચે જોઈ શકો છો. તે સ્પષ્ટ છે કે આ લોકો “સાજીદભાઈ જિંદાબાદ” કહી રહ્યા છે.
અબુ અઝમીની સામે “પાકિસ્તાન જિંદાબાદ”ના નારા લગાવવાના દાવાની વાત વહેતી થયા બાદ અબુ આઝમીએ ટ્વિટર પર એક વીડિયોમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે આક્ષેપો ખોટા છે અને મુંબઈ પોલીસને અપીલ કરી છે કે જેઓ સમાજમાં ભાગલા પાડતા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વિડિયોમાં પાકિસ્તાન જિંદાબાદના નહિં પરંતુ સાજીદભાઈ જિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે.

Title:શું ખરેખર અબુ આઝમીની હાજરીમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
