તાજેતરમાં સોશિયલ મીડિયા પર 19 વર્ષની ઉંમરે પાયલોટ બનેલી ખેડૂતપુત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 19 વર્ષની ઉંમરે પાયલોટ બનેલી ઠાકોર સમાજની ખેડૂતપુત્રીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં 19 વર્ષની ઉંમરે પાયલોટ બનેલી ખેડૂતપુત્રીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઠાકોર સમાજની દીકરીનો નહીં પરંતુ પટેલ સમાજની પાયલોટ બનેલી દીકરી માનસી પટેલનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 16 ઓક્ટોમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ઠાકોર સમાજ ની દીકરી 19 વર્ષની નાની ઉંમરમાં પાયલોટ બની અને ગુજરાતનું નામ રોશન કર્યું. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 19 વર્ષની ઉંમરે પાયલોટ બનેલી ઠાકોર સમાજની ખેડૂતપુત્રીનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી પરથી એ જાણવા મળ્યું હતું કે, મહેસાણાના લક્ષ્મીપુરા ગામની 19 વર્ષની ખેડૂતપુત્રી પાયલોટ બની અને તેણીએ માતા-પિતા અને આકા ગામનું નામ રોશન કર્યું. આ સમાચારમાં ક્યાંય પણ આ દીકરી ઠાકોર સમાજની હોવાની કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

ત્યાર બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આજ વીડિયો અમને ઝી 24 કલાક દ્વારા 26 ડિસેમ્બર, 2023 ના રોજ એક સમાચારમાં અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ ક્યાંય આ દીકરી ઠાકોર સમાજની હોવાની કોઈ જ માહિતી આપવામાં આવી નથી.


અમારી વધુ તપાસમાં અમને આજ દીકરીના ફોટો સાથેના સમાચાર વીટીવી ગુજરાતી દ્વારા 31 ડિસેમ્બર, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મહેસાણા જિલ્લાના કડી તાલુકાના એક નાના ગામ લક્ષ્મીપુરા ગામની 19 વર્ષીય પાટીદાર યુવતી 10 માસની તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતા ગામજનો તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.


Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો.

tv9gujarati.com | gujaratijagran.com | zeenews.india.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં 19 વર્ષની ઉંમરે પાયલોટ બનેલી ખેડૂતપુત્રીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઠાકોર સમાજની દીકરીનો નહીં પરંતુ પટેલ સમાજની પાયલોટ બનેલી દીકરી માનસી પટેલનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)