
Mann Patel નામના ફેસબુક યુઝર દ્વારા 6 જુલાઈ, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે). નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં આંખમાં થયેલી ભયાનક બિમારી સાથે એક બાળક તેના પિતા સાથે દેખાઈ રહ્યું છે. જ્યારે ફોટો સાથે એવું લખેલું છે કે, મારી આંખમાં tuymina નામની ભયંકર બિમારી છે, હું તમને નથી ઓળખતો પણ જો તમે મારી આ પોસ્ટ શેર કરશો તો ફેસબુક તરફથી મારા ઈલાજ માટે હોસ્પિટલના ખાતામાં એક Share નો એક રૂપિયો જમા થશે. મારી વિનંતી છે કે, પોસ્ટ વધુમાં વધુ શેર કરો શાયદ તમારા કારણે હું સારો થઈ જાઉં તો હું તમારો બૌ જ આભાર માનીશ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1000 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 77 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 335 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આંખમાં થયેલી ભયંકર બિમારી સાથે એક બાળક તેના પિતા સાથે નજરે પડી રહ્યો છે. અને પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, આ બાળક ભયંકર બિમારીથી પિડાય છે અને ફેસબુક પર એક શેર કરવાથી હોસ્પિટલના ખાતામાં એક રૂપિયો જમા થશે. હવે હાલમાં ખરેખર આ બાળક આ પ્રકારની બિમારીથી પિડાય છે કે કેમ? એ જાણવું જરૂરી હોવાથી સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લેતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અંગેની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ હતી. ફોટોમાં દેખાતો બાળક કે જેનું નામ હસન અલી છે અને તેના પિતાનું નામ મહંમદ માનસા છે અને તેઓ પાકિસ્તાનના રહેવાસી છે. આ સમાચારમાં જણાવ્યા મુજબ 7 વર્ષના હસન અલીને આંખમાં ભયંકર કેન્સર થયું છે. હસન અલીનો પરિવાર તેની આ પ્રકારની ભયંકર બિમારીને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. જે તમે ડેઈલીમેલ.કો.યુકે દ્વારા 1 જૂન, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને એ પણ જાણવા મળ્યું કે, પોસ્ટમાં દર્શાવેલા ફોટોમાં દેખાતા પાકિસ્તાની બાળકની સર્જરીનો તમામ ખર્ચો પાકિસ્તાનના જાણીતા બોક્સર આમીર ખાનના ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવ્યો અને આ બાળકની સર્જરી પણ કરવામાં આવી ગઈ છે. એવા સમાચાર પણ ઘણા મીડિયા માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
Mangobaaz.com | Patrika.com | Mirror.co.uk |
Archive | Archive | Archive |
અમારી વધુ તપાસમાં DAILY-TUBE યુટ્યુબ ચેનલ દ્વારા 3 જૂન, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વડિયો પ્રાપ્ત થયો હતો તેમાં પણ 7 વર્ષના પાકિસ્તાની બાળક હસન અલીને બોક્સર આમીર ખાન દ્વારા મદદ કરવામાં વશે એવી માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચેની વીડિયોમાં જોઈ શકો છો.
આ તમામ સંશોધનના અંતે અમને ડેઈલીમેલ.કો.યુકે દ્વારા 11 ઓગષ્ટ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારને ધ્યાનથી વાંચતા અમને માલૂમ પડ્યું હતું કે, બોક્સર આમીર ખાન દ્વારા પાકિસ્તાની બાળક હસન અલીની સર્જરી થઈ ગયા બાદના ફોટો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યા હતા. હસન અલીની સર્જરી 2017માં જ થઈ ગઈ હતી. જ્યારે આ સર્જરી પહેલાના ફોટો અત્યારે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો અને સમગ્ર સમાચાર તમે નીચે જોઈ શકો છો.


આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલો દાવો 2017 ના વર્ષનો છે અને હસન અલીની સર્જરી પણ 2017 માં જ થઈ ગઈ હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ હાલમાં પાકિસ્તાનના 7 વર્ષના બાળક હસન અલીની સર્જરી 2017 માં જ થઈ ગઈ હતી. જ્યારે સર્જરી પહેલાનો ફોટો અત્યારે વાયરલ થઈ રહ્યો છે.

Title:શું ખરેખર આ બાળક હજુ પણ છે આ પ્રકારની ભયાનક બિમારીનો શિકાર…? જાણો સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
