
With Congress Gujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જનતા નવરી થાય તો મોંઘવારી, મંદી, NRC, CAB નો વિરોધ કરે ને, આ લાઇનમાં ઉભા રહેવા વોટ આપ્યા? શેયર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 123 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યો હતા. તેમજ 30 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ સાથે 4 સ્ક્રિનશોટ પણ મુકવામાં આવ્યા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે, “રૂપિયા 2000ની નોટ બંધ થઈ જશે અને 31 ડિસેમ્બર 2019 પહેલા જમા કરાવી પડશે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. આ અગાઉ પણ ઓગસ્ટ મહિનામાં રૂપિયા 2000ની નોટ બંધ થવાનો મેસેજ વાયરલ થયો હતો. જેને ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતી દ્વારા તે સમયે ખોટો સાબિત કરવામાં આવ્યો હતો. આરબીઆઈ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ આપવામાં આવ્યા નથી.
જો આરબીઆઈ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ આપવામાં આવ્યા ન હોય તો પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સ્ક્રિન શોટ અંગેનું સત્ય જાણવું જરૂરી જણતા અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સ્ક્રિન શોટને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા તમામ ફોટો NEWS18 ઈન્ડિયા દ્વારા 15 ડિસેમ્બર 2019ના “खबर पक्की है?” નામનો શો પ્રસારિત કરવામાં આવ્યો હતો તેમાંથી લેવામાં આવ્યા છે. ચેનલ દ્વારા વાયરલ ખબરની પડતાલ કરવા માટે આ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે. NEWS18 ઈન્ડિયા ચેનલના “खबर पक्की है” કાર્યક્રમના સ્ક્રિન શોટ લઈ અને ખોટા ઉદેશ સાથે શેર કરવામાં આવી રહ્યા છે. રૂપિયા 2000ની નોટ બંધ થશે તે વાત તદન ખોટી છે. અગાઉ ફેક્ટ ક્રેસન્ડો દ્વારા આ અંગે આરબીઆઈના અધિકારી જોડે વાત કરવામાં આવી હતી. તેમણે આ વાત ખોટી હોવાની પુષ્ટી કરી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, NEWS18 ઈન્ડિયા ચેનલના “खबर पक्की है” કાર્યક્રમના સ્ક્રિન શોટ લઈ અને ખોટા ઉદેશ સાથે શેર કરવામાં આવી રહ્યા છે. રૂપિયા 2000ની નોટ બંધ થશે તે વાત તદન ખોટી છે. અગાઉ ફેક્ટ ક્રેસન્ડો દ્વારા આ અંગે આરબીઆઈના અધિકારી જોડે વાત કરવામાં આવી હતી. તેમણે આ વાત ખોટી હોવાની પુષ્ટી કરી હતી.

Title:શું ખરેખર રૂપિયા 2000ની નોટ બંધ થવાની છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
