શું ખરેખર સાઉદી અરબ સરકારે ‘ભાગવત ગીતા’ની અરબી આવૃત્તિ બહાર પાડી…? જાણો સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social


Jadeja Vikram Sinh  નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2019 ના રોજ Main Bhi Chowkidar નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  सऊदी अरब सरकार ने अरबी में भागवत गीता ” रिलीज की। यहाँ तो “भारत माता की जय” बोलने से इस्लाम खतरे में आ जाता हैं।  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 136 લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 56  લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર સાઉદી અરબ સરકાર દ્વારા આ પ્રકારે ભાગવત ગીતાનું અરબી ભાષામાં સંસ્કરણ કરવામાં આવ્યું હોય તો આ સમાચારને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. તો આ જાણવા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લીધો અને સાઉદી અરબ સરકાર દ્વારા ભાગવત ગીતાની અરબી આવૃત્તિ બહાર પાડવામાં આવી સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

screenshot-www.google.com-2019.07.11-12-31-45.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

screenshot-yandex.com-2019.07.11-12-45-12.png

Archive

ઉપરના પરિણામોમાં અમને વૈષ્ણવ ઈન્ટરનેટ ન્યૂઝ એજન્સી (વીણા) દ્વારા 18 ઓગષ્ટ, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં દર્શાવેલા ફોટો સાથે એવું લખેલું હતું કે, પેલેસ્ટાઈનમાં જન્મેલા રાવનારી પ્રભુ વર્ષ 1973 માં જર્મની ખાતે ઈસ્કોનના અનુયાયી બન્યા હતા. એચ.જી.રાવનારી પ્રભુ દ્વારા ઘણા વર્ષો પહેલા ભાગવત ગીતાનું અરબી ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.vina.cc-2019.07.11-12-59-04.png

Archive

આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, http://www.ravanari.com/ નામની અરબી વેબસાઈટ પરથી તમે અરબી ભાષામાં 125 એમબીની ભાગવત ગીતા ડાઉનલોડ પણ કરી શકો છો. આ માહિતી અમને અરબી પેજના ટ્રાન્સ્લેશન દ્વારા માલૂમ પડી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.ravanari.com-2019.07.11-13-09-29.png

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થયા છે કે, અરબ સરકાર દ્વારા ભાગવત ગીતાની અરબી આવૃત્તિ બહાર પાડી હોવાનો દાવો ખોટો છે.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, અમારા સંશોધન પ્રમાણે ભાગવત ગીતાની અરબી આવૃત્તિ સાઉદી અરબ સરકાર દ્વારા નહીં પરંતુ ઈસ્કોનના એક અનુયાયી રાવનારી પ્રભુ દ્વારા ભાગવત ગીતાનો અરબી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર સાઉદી અરબ સરકારે ‘ભાગવત ગીતા’ની અરબી આવૃત્તિ બહાર પાડી…? જાણો સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False