શું ખરેખર આજી ડેમ પર ન્હાવા પહોંચેલા લોકો પર પોલીસ લાઠી ચાર્જ કર્યો….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Arun Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. રાજકોટનો આજી ડેમ ઓવર ફ્લો થતા લોકો સપરિવાર જોવા ઉમટ્યા. ભાજપાના તાયફાઓને સંરક્ષણ આપનારી પોલીસને અહીં ગુસ્સો આવી ગયો અને આડેધડ લાઠીચાર્જ શરું કરી દીધો. કોણે આપ્યો છે આમને મારવાનો અધિકાર? પોલીસ શું સંવિધાનથી પરે છે? ડરપોકો… ઢીલાઓ… નમાલાઓ… ભાગો છો કેમ? કોલર પકડો આમનો. સવાલ પુછો આમને. પહેલા ચેતવણી પણ આપી શકાત અહીં લાઉડસ્પીકરની મદદથી. લોકશાહી નામની જ વધી છે, લાગે છે કે ગુલામ બની ચુક્યા છીએ આપણે. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 100 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 21 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 26 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજકોટના આજી ડેમનો છે. જ્યાં ન્હાવા આવેલા લોકો પર પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો લોનાવાલાના ભૂસી ડેમનો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE   

પરંતુ અમને આ વિડિયો અંગે સચોટ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને પોસ્ટ સાથે જ મળતો આવતો એક વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો રાજસ્થાનના ભિલવાડાથી 60 કિમિ દૂર માંડલગઢમાં આવેલા ગોવટા બાંધનો છે. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

અન્ય ઘણા યુઝર દ્વારા પણ આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો ગોવટા બાંધનો છે.

તેમજ રાજસ્થાનની સ્થાનિક ન્યુઝ ચેનલ ન્યુઝ 91 ઉદયપુર દ્વારા આ વિડિયો અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યુ હતુ કે, “કોરોનાની ગાઈડલાઈનનુ અમલી કરણ કરાવા પોલીસ ગોવટા બાંધ પર આવેલા સહેલાણીઓને દૂર કર્યા અને હળવો લાઠી ચાર્જ પણ કર્યો હતો.

ARCHIVE

તેમજ દૈનિક ભાસ્કર દ્વારા પણ આ અગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો. 

દૈનિક ભાસ્કર | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો નહિં પરંતુ રાજસ્થાનના ભિલવાડાથી 60 કિમિ દૂર માંડલગઢમાં આવેલા ગોવટા બાંધનો છે.

Avatar

Title:શું ખરેખર આજી ડેમ પર ન્હાવા પહોંચેલા લોકો પર પોલીસ લાઠી ચાર્જ કર્યો….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False