રતન ટાટા દ્વારા કોરોનાને લઈ અર્થ વ્યવસ્થા પર કોઈ નિવેદન કરવામાં આવ્યુ નથી…

Coronavirus False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Naresh Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Experts and an indian called Ratan Tata” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 31 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હાલમાં કોરોનાના કારણે આર્થિક સંકટની સ્થિતી ઉભી થઈ છે. જેને લઈ ભારતીય અર્થવ્યવસ્થા કેવી રીતે ફરી ઉભી થશે તે અંગે રતન ટાટાએ તેના વિચાર જણાવ્યા હતા.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં જે પ્રકારે દાવો કરવામાં આવ્યો હતો તે મુજબ કોઈપણ વિશ્વસનીય મિડિયા દ્વારા રતન ટાટાનું ઈન્ટરવ્યુ કરવામાં આવ્યુ હતુ કે તે તપાસવા ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કર્યુ હતુ. દરમિયાન અમને purplerealtors.com નામની વેબસાઈટ પર પ્રકાશિત સમાન લેખ મળ્યો હતો. સંપૂર્ણ લેખમાં રતન ટાટાના નામનો ઉલ્લેખ પણ કરવામાં ન હતો આવ્યો. આ લેખ 9 મી  એપ્રિલ 2020ના પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

ARCHIVE

રતન ટાટા દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર પરથી ટ્વિટ કરી આ પોસ્ટ અંગે માહિતી  આપી હતી અને જણાવ્યુ હતુ કે, આ પ્રકારે કોઈ નિવેદન તેમના દ્વારા કોઈ નિવેદન કરવામાં આવ્યુ નથી. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, વોટ્સઅપ અને સોશિયલ પ્લેટફોર્મ પર પ્રસારિત મિડિયાની સત્યતા તપાસવા હું બધાને આગ્રહ કરૂ છુ. મારે જે પણ કહેવુ હોય તે હું ઓફિશિયલ ચેનલના માધ્યમથી કહીશ. આશા રાખુ છું કે તમે સુરક્ષિત હશો અને ધ્યાન રાખજો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રતન ટાટા દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. જેની પૃષ્ટી ખૂદ રતન ટાટા દ્વારા કરવામાં આવી હતી.

સોશિયલ મિડિયાની શંકાસ્પદ લાગતી પોસ્ટ અમને અમારા વોટ્સઅપ નંબર (7990015736) પર મોકલાવો અમે તમને જણાવશું સત્ય….

Avatar

Title:રતન ટાટા દ્વારા કોરોનાને લઈ અર્થ વ્યવસ્થા પર કોઈ નિવેદન કરવામાં આવ્યુ નથી…

Fact Check By: Yogesh Karia 

Result: False