શું ખરેખર VHPના કાર્યકરને છોકરીઓ બચાવવાના કારણે જહાદિયોએ મારમાર્યો..? જાણો શું છે સત્ય..?

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Geeta Baghel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “रात को कुछ मुस्लिम लड़के हिंदू लड़कियों को परेशान कर रहे थे उस वक्त धवल बारोट #महेसाना (गुजरात) से है #विश्व_हिन्दू_परिषद के कार्यकर्ता हैं उन्होंने जाकर लड़कियों को बचा लिया और सही सलामत घर भेज दिया !  वो बात जिहादियों को पता चलते ही धवल बारोट को 15-20 लड़के बुला कर जेहादियों ने तलवार और पाइप से मारा है….😡😡😡 भाई संविधान और सरकार के भरोसे रहोगे तो वो दिन दूर जब हमारी और आप की भी यही दूर दुर्दशा होगी 🗡️🗡️भाई को जय हिंद जो हमारी मदद चाहिए हम हाजिर है 👈 जिसमे हिम्मत मनी कुछ भी चाहिए तो भाई सम्पर्क कीजिये इसी पोस्ट पर जय हिंद” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 300 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 64 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 88 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે,  “હિન્દુ છોકરીઓને બચાવવા જતા જહાદિયોઓએ વિશ્વ હિન્દુ પરિષદના ધવલ બારોટ નામના યુવાન પર જહાદિયોએ તલવાર વડે હુમલો કર્યો”

FACEBOOK | ARCHIVE

સૌપ્રથમ અમે ફોટોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ ના માધ્યમથી સર્ચ કરતા અમને 13 સપ્ટેમ્બર 2019ના દિવ્ય ભાસ્કર દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પોસ્ટમાં જે વ્યક્તિનો ફોટો આપવામાં આવ્યો છે તે ધવલ બારોટનો નહિં પરંતુ ધવલ બ્રહ્મભટ્ટનો છે. તેમજ આ અહેવાલમાં ડીવાયએસપી મંજીતા વણાજારાનું એક નિવેદન પણ મુકવામાં આવ્યુ છે. જેમાં તેઓએ જણાવ્યુ છે કે, આ એક અંદરો-અંદરનો ઝગડો છે. તેને સાંપ્રદાયિક વિવાદ સાથે કોઈ લેવા-દેવા નથી. 

DIVYA BHASKAR | ARCHIVE

ત્યારબાદ અમને ગુજરાતની સરકારી વેબસાઈટ પર આ ઘટનાની એફ.આઈ.આર શોધવા પ્રયત્ન કર્યો હતો. ધવલ દ્વારા મહેસાણાના બી ડિવિઝન પોલીસમાં (I/0136/2019) નોંધવવામાં આવેલી ફરિયાદ અનુસાર તેનું પુરૂ નામ ધવલકુમાર મુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ છે. આ ઘટના 11 સપ્ટેમ્બર 2019ની છે. ધવલે કુશાલ ઠાકોર, શારૂખ, યશર, એજાજ ખાન અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. તેમજ સામાપક્ષે પણ (II/0206/2019) ફરિયાદ નોંધવવામાં આવી છે. જેમાં ધવલ સાથે વિકી નામના શખ્સને આરોપી બતાવવામાં આવ્યો છે. 

ત્યારબાદ અમે મહેસાણાના એસપી મનિષ સિંહનો સંપર્ક કર્યો હતો. જેમણે જણાવ્યુ હતુ કે, આ ઘટના 3 મહિના પહેલાની છે. ફોટોમાં જે વ્યક્તિ દેખાઈ છે તેનું નામ ધવલ બ્રહ્મભટ્ટ છે. જેનો વિશ્વ હિન્દુ પરિષદ સાથે કોઈ સંબંધ નથી અને તે કોઈ કાર્યકર્તા પણ નથી. આ ઘટના માત્ર અંદરો-અંદરનો ઝગડો છે. જે લોકોએ ધવલ પર હુમલો કર્યો તેને ધવલ સારી રીતે ઓળખે છે. આ ઘટનાને ખોટી રીતે સાંપ્રદાયિક રૂપ આપવામાં આવી રહ્યુ છે. 

આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, આ ઘટના માત્ર કોલોનીમાં છોકરાઓએ વચ્ચે થયેલી માથાકુટનો છે. સોશિયલ મિડિયામાં હિંદુ છોકરીઓની જિહાદિયોથી રક્ષા કરવાનો દાવો ખોટો સાબિત છે. બંને પક્ષે આ ઘટનાને કાનૂની પ્રક્રિયાથી પૂર્ણ કરવાનું વિચારી રહ્યા છે. આ ફોટોને સોશિયલ મિડિયા પર ખોટા ઉદેશ સાથે શેર કરી અને નફરત ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ઘટના માત્ર કોલોનીમાં છોકરાઓએ વચ્ચે થયેલી માથાકુટનો છે. સોશિયલ મિડિયામાં હિંદુ છોકરીઓની જિહાદિયોથી રક્ષા કરવાનો દાવો ખોટો સાબિત છે. બંને પક્ષે આ ઘટનાને કાનૂની પ્રક્રિયાથી પૂર્ણ કરવાનું વિચારી રહ્યા છે. આ ફોટોને સોશિયલ મિડિયા પર ખોટા ઉદેશ સાથે શેર કરી અને નફરત ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર VHPના કાર્યકરને છોકરીઓ બચાવવાના કારણે જહાદિયોએ મારમાર્યો..? જાણો શું છે સત્ય..?

Fact Check By: Yogesh Karia 

Result: False