
શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – Leuva Patel નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000 થી વધુ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. 40થી વધુ લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 631 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એલિકોન ઓર્ગેનિક ફાર્મ દ્વારા એક કરોડ સીડ બોમ્બ બનાવવામાં આવનાર છે.
ARCHIVE | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભારતમાં આ પ્રકારે કોઈ કંપની દ્વારા સીડ બોમ્બ બનાવવામાં આવ્યા છે કે કેમ તે તપાસ કરવા અમે ગૂગલ પર “seed bombs manufacturers in india” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં જણવ્યા મુજબની કોઈ કંપની દ્વારા આ પ્રકારે કામગિરી કરવામાં આવવાની હોય તેવું જાણવા મળ્યુ ન હતુ. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને પોસ્ટમાં જણાવ્યા મુજબની એક કંપની અમને એલિકોન ગ્રુપ નામની કંપની મળી હતી. જેમાં દર્શાવવામાં આવેલા નંબર પર અમે ફોન કરતા અમને જણાવવામાં આવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ આયોજન અમારી કંપની દ્વારા કરવામાં આવ્યું નથી.”

ઉપરોક્ત પોસ્ટની સત્યતા તપાસવા અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને યૂ-ટ્યુબ પર “SEED BOMBS MADE IN INDIA” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

આમ, ઉપરોક્ત પરિણામમાં પણ અમને કયાયં પોસ્ટમાં કરવામાં આવેલા પ્રમાણેનો દાવા પ્રમાણેનું જાણવા મળ્યુ ન હતુ. તેમજ પોસ્ટમાં આ સીડ બોમ્બ ક્યારે બનાવવામાં આવશે.? આ કંપની ક્યાની છે. તેમજ ક્યા રાજ્યમાં આ પ્રોજેક્ટ ચાલુ કર્યો તે અંગે કોઈ વિગત આપવામાં આવી ન હતી. માત્ર આવી કોઈ કંપની છે અને કરશે તેવું જણાવ્યુ હતુ. પરંતુ કોઈ ઠોસ વિગતો આપવામાં આવી ન હતી.

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ક્યાંય પણ સાબિત થતી નથી. કારણ કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલી કોઈ કંપની વિશે અમને જાણવા મળ્યુ ન હતુ. તેમજ આ પ્રકારે કોઈ આયોજન કરવામાં આવ્યુ હોવાનું પણ અમારી પડતાલમાં અમને જાણવા મળ્યુ ન હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં ખોટી સાબિત થાય છે. આ પ્રકારે ભારતમાં કોઈ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હોવાનું અમને જાણવા મળ્યુ ન હતું.

Title:શું ખરેખર આ પ્રકારે કોઈ કંપની દ્વારા સીડ બોમ્બ બનાવવામાં આવ્યો છે.? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
