શું ખરેખર સુરત હાઈવે પર પૈસાની ખોટી વસૂલાત કરતા પોલીસકર્મીઓને માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

N R Bhuva Patidar Page નામના ફેસબુક પેજ દ્વારા 21 જૂન,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, सूरत हाइवे पर नाजायेक वसुली करनें वालें पुलिस कर्मियों का पिटाई का विडियो जरुर देखें और आगे शेर करे ये पुलिस वाला इतनी हद करता था कि जिसके पास पुरा कगजात होते हुए भी पैसा लेता था अब ये हाल देखिए इसका આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સુરત હાઈવે પર પોલીસ દ્વારા વાહનચાલકો પાસે વાહનના પૂરા કાગળો હોવા છતાં ખોટી રીતે પૈસાની વસૂલાત કરવામાં આવતાં પોલીસકર્મીઓને માર મારવામાં આવ્યો તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 49 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્ય હતો. તેમજ 33 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.23-16_58_37.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જો ખરેખર સુરત હાઈવે પર આ રીતે પોલીસ દ્વારા ખોટી રીતે વાહનચાલકો પાસેથી રોકડની વસૂલાત કરવામાં આવતી હોત અને વીડિયો વાયરલ થયો હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ सूरत हाइवे पर पुलिस कर्मियों की पिटाई સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.09.23-17_23_57.png

Archive 

ઉપરના પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, સુરત હાઈવે પર વાહનચાલકો પાસે ખોટી રીતે રોકડ વસૂલવા બદલ પોલીસને માર મારવામાં આવ્યો તેનો આ વીડિયો નથી પરંતુ આ ઘટના માંગરોળ તાલુકાનાં વેલાવી (વાંકલ) ગામે એપ્રિલ 2019 ના રોજ બની હતી. જેમાં સરકારી છાત્રાલયમાં કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓને પોલીસે મારતા મામલો બિચક્યો હતો. 14 એપ્રિલ, 2019 ના રોજ વિદ્યાર્થીઓએ માંગરોળ-ઝંખવાવ રાજ્યધોરી માર્ગ ઉપર વાંકલ ખાતે ચક્કાજામ કરી, દમન ગુજારનાર પોલીસની બદલી કરી પગલાં ભરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ પોલીસ વાન પર પથ્થરમારો પણ કર્યો હતો. તેનો આ વીડિયો છે. આ સમગ્ર ઘટનાને ગુજરાત સમાચાર દ્વારા 14 એપ્રિલ, 2019 ના રોજ સમાચાર સ્વરુપે પ્રસારિત કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Capture.PNG

Archive

અમારી વધુ તપાસમાં અમને સંદેશ ટીવી દ્વારા 18 એપ્રિલ, 2019 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના એક સમાચાર પ્રાપ્ત થયા હતા. તેમાં પણ એવી જ માહિતી આપવામાં આવી છે કે, માંગરોળ કોલેજમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીઓ દ્વારા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવતાં મામલો બિચક્યો હતો અને વિદ્યાર્થીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તેનો આ વીડિયો છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

આ સમાચારને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

zeenews.india.comABP Asmita
ArchiveArchive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો સુરત હાઈવે પર પોલીસ દ્વારા ખોટી રીતે રોકડની વસૂલાતનો નથી પરંતુ માંગરોળ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 14 એપ્રિલ, 2019 ના રોજ કરવામાં આવેલા ચક્કાજામ સમયનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો આ વીડિયો સુરત હાઈવે પર પોલીસ દ્વારા ખોટી રીતે રોકડની વસૂલાતનો નથી પરંતુ માંગરોળ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 14 એપ્રિલ, 2019 ના રોજ કરવામાં આવેલા ચક્કાજામ સમયે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઘર્ષણનો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર સુરત હાઈવે પર પૈસાની ખોટી વસૂલાત કરતા પોલીસકર્મીઓને માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False