યુએસ હાઉસ ઓફ સ્પિકર નેન્સી પેલોસીએ 2 ઓગસ્ટે તાઈવાનની મુલાકાત લીધી હતી. જ્યારે વાયરલ ફૂટેજ એપ્રિલ 2021થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેટ્રિશિયા પેલોસી તાજેતરમાં તાઈવાનની મુલાકાતે ગયા હતા. એવા અહેવાલો છે કે તાઈવાનના વિદેશ મંત્રાલયે અવલોકન કર્યું છે કે પેલોસી અને અન્ય અગ્રણી સભ્યોની મુલાકાત તાઈવાન અને યુએસ વચ્ચેના સંબંધોમાં સુધારો કરશે અને બંને દેશો વચ્ચે વ્યાપક ક્ષેત્રોમાં વૈશ્વિક સહયોગને વધુ ગાઢ બનાવશે.
આ વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુએસ એરફોર્સ અને નેવીના યુદ્ધ દળોનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેન્સી પેટ્રિશિયા પેલોસીની તાઈવાન મુલાકાત દરમિયાન યુએસ એરફોર્સ અને નેવી તાઈવાન પહોંચ્યા હોય તેનો આ વિડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jacob Davis નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 ઓગસ્ટ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નેન્સી પેટ્રિશિયા પેલોસીની તાઈવાન મુલાકાત દરમિયાન યુએસ એરફોર્સ અને નેવી તાઈવાન પહોંચ્યા હોય તેનો આ વિડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો એક વર્ષથી વધુ જૂનો છે. 15 એપ્રિલ 2021થી આ વિડિયો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

જો કે અમે આ ફૂટેજનું ભૌગોલિક સ્થાન શોધવામાં અસમર્થ હતા, યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા વિડિયો પશ્ચિમ ફિલિપાઈન સમુદ્રમાં ફિલ્માવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઉપશીર્ષકો ફિલિપિનોમાં છે. “હમણાં જ, યુએસ નેવીનું યુદ્ધ જહાજ વેસ્ટ ફિલ્સ ઉપરથી સફર કરે છે. સમુદ્ર…તે એક સંઘર્ષ હશે.” તે 16 એપ્રિલ 2021 ના રોજ TikTok પર અપલોડ કરવામાં આવ્યું હતું.
નેન્સી પેલોસીને તાઈવાનની મુલાકાત દરમિયાન યુએસ લશ્કરી વાહનો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, યુએસ હાઉસ ઓફ સ્પિકર નેન્સી પેલોસીએ 2 ઓગસ્ટે તાઈવાનની મુલાકાત લીધી હતી. જ્યારે વાયરલ ફૂટેજ એપ્રિલ 2021થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:તાઈવાન નથી પહોંચી યુએસ નેવી અને એરફોર્સ, જુનો વિડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…
Fact Check By: Frany KariaResult: False
