તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાન દુર્ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં નેપાળ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વિમાન દુર્ઘટનાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2023 માં નેપાળના પોખરા એરપોર્ટ નજીક થયેલ યેતી એરલાઈન્સની વિમાન દુર્ઘટનાનો વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 22 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં નેપાળની રાજધાની કાઠમંડુ ખાતે એક વિમાન ટેક ઓફ કરતી વખતે તૂટી પડ્યું જેમાં 19 લોકો સવાર હતા તેમાંથી 5 લોકોના મોત થયા.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ તેનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 16 જાન્યુઆરી, 2023 ના રોજ ABC News દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, "નેપાળ પ્લેન ક્રેશ: પોખરામાં યેતી એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું તે ક્ષણ"

અમારી વધુ તપાસમાં અમને 15 જાન્યુઆરી, 2023 ના રોજ ઘણા બધા ટ્વિટર યુઝર દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલો આજ વીડિયો, "# પોખરા એરપોર્ટ નજીક 72 મુસાફરોને લઈને જતું #ATR72 ના ક્રેશની ક્ષણો પહેલાનો વિડિયો" કેપ્શન સાથે જોવા મળ્યો હતો.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ થાય છે કે, વાયરલ વીડિયો નેપાળમાં તાજેતરમાં બનેલી વિમાન દુર્ઘટનાનો નથી. ATR 72, ખાનગી માલિકીની યેતી એરલાઇન્સ દ્વારા સંચાલિત, 15 જાન્યુઆરી, 2023 ના રોજ પ્રવાસી શહેર પોખરામાં લેન્ડિંગ કરતા પહેલા ક્રેશ થયું હતું અને 30 વર્ષમાં નેપાળના સૌથી ખરાબ એરપ્લેન અકસ્માતોમાંનું એક હતું. ટ્વીન એન્જિન એરક્રાફ્ટમાં બે બાળકો, ચાર ક્રૂ અને 15 વિદેશી નાગરિકો સહિત 72 લોકો સવાર હતા. જેમાંતી કોઈ પણ બચ્યું ન હતું.

જોકે, તાજેતરમાં પણ નેપાળ ખાતે એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વિમાન દુર્ઘટનાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2023 માં નેપાળના પોખરા એરપોર્ટ નજીક થયેલ યેતી એરલાઈન્સની વિમાન દુર્ઘટનાનો વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો તાજેતરમાં નેપાળ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False