Fact Check: શું ખરેખર લંડનમાં પ્લેન ક્રેશ થયુ તેનો લાઈવ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો લંડનના વિમાન ક્રેશનો નહીં પરંતુ સાઉથ આફ્રિકામાં એર શો દરમિયાન થયેલા પ્લેન ક્રેશનો વીડિયો છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. લંડનમાં ઉડાન ભરતાંવેંત પ્લેન ક્રેશ થયું છે. લંડનના સાઉથેન્ડ એરપોર્ટ પર એક નાનું વિમાન ક્રેશ થયું છે. આ ક્રેશ સાંજે 4 વાગ્યાની આસપાસ થયો […]

Continue Reading

પિતા-પુત્રીના આ ભાવનાત્મક વીડિયોનો અમદાવાદ વિમાન દુર્ઘટના સાથે કોઈ સંબંધ નથી, આ વીડિયો જૂનો છે..

12 જૂન 2025ના રોજ, એર ઇન્ડિયાની એક ફ્લાઇટ અકસ્માતનો ભોગ બની. વિમાન થોડીવારમાં ઊંચાઈ ગુમાવી બેઠું અને એરપોર્ટ નજીકના મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ થયું, જેના કારણે તેમાં આગ લાગી ગઈ. આ સંદર્ભમાં, એક વીડિયો ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે જેમાં એક નાની છોકરી રડતી અને એક પુરૂષની છાતી પર વળગી રહીને તેને છોડવા ન […]

Continue Reading

પેલેસ્ટાઇનનો જૂનો વીડિયો અમદાવાદની બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલના નામે વાયરલ…જાણો શું છે સત્ય….

અમદાવાદમાં તાજેતરમાં થયેલા વિમાન દુર્ઘટના પછી કાટમાળ નીચે દબાયેલા વ્યક્તિને બચાવવા માટે એક વ્યક્તિ કાટમાળ પર હથોડી મારી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ઘટના બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં બચાવ કામગીરી દરમિયાનની છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ […]

Continue Reading

શું ખરેખર પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા પૂર્વ સીએમ રૂપાણીના મૃતદેહનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

અમદાવાદ પ્લેન દૂરઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ થયુ હતુ. આ વચ્ચે તમામ લોકોના મૃતદેહ ભળથુ થઈ ગયા હતા. જેમાં વિજય રૂપાણીના પાર્થિવ દેહની ઓળખ ડીએનએની મદદથી કરવામાં આવી હતી. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાયરલ વીડિયોમાં જોવા મળતો મૃતદેહ ગુજરાતના પૂર્વ […]

Continue Reading

જાણો તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મોતને ભેટેલા 12 ક્રૂ મેમ્બરોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જે 12 ક્રૂ મેમ્બરો મોતને ભેટ્યા તેમનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બળી ગયેલા બાળકના મૃતદેહ તરીકે પ્રાચીન ઇજિપ્તના બાળકની મમ્મીનો વીડિયો શેર કરવામાં આવ્યો…

લાકડાના ખાટલામાંથી સળગી ગયેલા મૃતદેહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા જોશી પરિવારના બાળકનો મૃતદેહ છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 જૂન 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

Fake News: લેબનોનનો જૂનો વીડિયો અમદાવાદની હોસ્પિટલ તરીકે વાયરલ થઈ રહ્યો છે જ્યાં એર ઈન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી… 

વાયરલ વીડિયોમાં અમદાવાદની તે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ દેખાતા નથી જ્યાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. આ લેબનોનનો જૂનો વીડિયો છે. અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ જ્યાં ક્રેશ થઈ હતી તે હોસ્પિટલ દર્શાવતો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં પાર્કિંગ વિસ્તારમાં વિસ્ફોટ અને ઇમારતની છત અને અન્ય માળખાને નુકસાન થતું જોવા […]

Continue Reading

એર ઇન્ડિયા દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો દર્શાવતો વાયરલ વીડિયો નકલી છે…

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પહેલાનો આ વીડિયો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોનો તાજેતરના એર ઇન્ડિયાના અકસ્માત સાથે કોઈ સંબંધ નથી. 12 જૂન 2025ના રોજ ગુજરાતની રાજધાની અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની એક ફ્લાઇટ ટેકઓફ કર્યાના થોડીક સેકન્ડ પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક […]

Continue Reading

જાણો તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મેસના વિદ્યાર્થીઓ જીવ બચાવવા છલાંગ લગાવી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

2023માં નેપાળમાં યેતી એરલાઇન્સના વિમાન દુર્ઘટનાનો જૂનો વીડિયો અમદાવાદ વિમાન દુર્ઘટના નામે વાયરલ….

અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનની છેલ્લી ક્ષણોમાં બનાવવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વીડિયો 2023માં નેપાળમાં થયેલા વિમાન દુર્ઘટનાનો છે. હાલમાં એક દુ:ખદ વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. વાસ્તવમાં, ગુરૂવાર 12 જૂન 2025ના રોજ ગુજરાતના અમદાવાદમાં એક મોટો વિમાન દુર્ઘટના બની હતી, જ્યારે એર ઇન્ડિયાનું વિમાન AI 171 ટેકઓફ કર્યાના […]

Continue Reading

કેલિફોર્નિયામાં લાગેલી આગ બાદ વાયરલ થઈ રહેલા પ્લેન ક્રેશના વીડિયોનું જાણો શું છે સત્ય….

વાયરલ થઈ રહેલા પ્લેન ક્રેશના વીડિયોને લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગ સાથે કોઈ સંબંધ નથી. જાન્યુઆરી 2024નો આ વીડિયો દક્ષિણ અમેરિકાના દેશ ચિલીનો છે. અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગની સમ્રગ વિશ્વમાં ચર્ચાઓ ચાલી રહી છે. હજારો લોકો વિસ્થાપિત થયા છે અને 12,000 થી વધુ ઇમારતોનો નાશ થયો છે. ફાયર વિભાગ આ આગને કાબુમાં લેવા […]

Continue Reading

જાણો તાજેતરમાં નેપાળ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાન દુર્ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં નેપાળ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વિમાન દુર્ઘટનાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ […]

Continue Reading