ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યોમાં આમ આદમી પાર્ટી સક્રિય થતા સોશિયલ મિડિયામાં આમ આદમી પાર્ટીને લઈ ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મિટિંગ ચાલુ છે અને ચાલુ મિટિંગમાં એક નેતા અન્ય નેતાને ચપ્પલ વડે માર મારી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ દ્વારા તેમની પાર્ટીના કાર્યકરને ચંપલ વડે માર મારવામાં આવ્યો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં આપના સાંસદ સંજયસિંહ દ્વારા તેમની પાર્ટીને નેતાને નથી મારવામાં આવ્યો. આ મારપીટનો વિડિયો વર્ષ 2019નો છે અને ભાજપાના સાંસદ દ્વારા તેમના પક્ષના ધારાસભ્યને મારમારવામાં આવ્યો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Cm Sarkaar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ દ્વારા તેમની પાર્ટીના કાર્યકરને ચંપલ વડે માર મારવામાં આવ્યો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ધ ટર્યુબનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદે સરકારની બેઠકમાં તેમની પાર્ટીના ધારાસભ્યને ચપ્પલ માર્યા.

જે ક્લુના આધારે અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાગરણનો 6 માર્ચ 2019નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સંતકબીર નગરમાં પ્રાવિધિક અને ચિકિત્સા-શિક્ષા સંસ્ચા અને જનપદના પ્રભારી મહામંત્રી આશુતોષ ટંન ઉર્ફે ગોપાલની અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા યોજનાની સભામાં સાંસદ અને ધારાસભ્ય વચ્ચે મારપીટ થઈ હતી. આ મારપીટ શહેરના સાંસદની શરદ ત્રિપાઠી છે અને ધારાસભ્ય રાકેશ સિંહ હાજર વચ્ચે થઈ હતી.

Jagran | Archive

Ouint Hindi દ્વારા પણ આ અંગે વિસ્તૃત અહેવાલ તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.

આ કેસમાં જિલ્લા ક્લેક્ટર દ્વારા બંને સામે ફરિયાદ પણ નોંધાવી હતી અને આ કેસ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. પરંતુ આ વર્ષે પૂર્વ સાંસદ અને ધારાસભ્યને કેસમાં રાહત મળી હતી.

LiveHindustan | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં આપના સાંસદ સંજયસિંહ દ્વારા તેમની પાર્ટીને નેતાને નથી મારવામાં આવ્યો. આ મારપીટનો વિડિયો વર્ષ 2019નો છે અને ભાજપાના સાંસદ દ્વારા તેમના પક્ષના ધારાસભ્યને મારમારવામાં આવ્યો હતો.

Avatar

Title:શું ખરેખર મારપીટની આ ઘટના આમ આદમી પાર્ટીની મિટિંગ દરમિયાન બની હતી...?

Fact Check By: Yogesh Karia

Result: False