પૂર પીડિતોની મદદ કરી રહેલા RSS કાર્યકર્તાઓની વાયરલ તસવીરો તાજેતરની વાયનાડની સ્થિતિની નથી, પરંતુ લગભગ 6 વર્ષ પહેલા કેરળની છે, જ્યારે RSS સ્વયંસેવકો કેરળમાં પૂરમાં લોકોને મદદ કરી રહ્યા હતા.

આપત્તિમાં લોકોને મદદ કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ કેરળના વાયનાડમાં આવેલા પૂરની તસવીરો છે, જ્યાં RSSના સ્વયંસેવકો લોકોની મદદ માટે પહોંચ્યા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ કેરળના વાયનાડમાં આવેલા પૂરની તસવીરો છે, જ્યાં RSSના સ્વયંસેવકો લોકોની મદદ માટે પહોંચ્યા હતા.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વાયરલ તસવીરનું સત્ય જાણવા માટે ગૂગલ રિવર્સ ઈમેજની મદદથી ફોટોને સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને બબલી ચતુર્વેદી નામના ફેસબુક એકાઉન્ટ પર વાયરલ ફોટો મળી હતી. આ ફોટો 19 ઓગસ્ટ 2018ના રોજ શેર કરવામાં આવી હતી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2018માં કેરળમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન આરએસએસના સ્વયંસેવકો પીડિતોની મદદ માટે પહોંચ્યા હતા. આ તસવીરો તે સમયની છે.

Archive

ચારેચ ફોટોને અમે અલગ અલગ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ફોટો નંબર - 1

પરિણામો પરથી અમને આ ફોટો 16 ઓગસ્ટ 2018ના રોજ ટ્વિટર યુઝર ડો. જિતેન્દ્ર અમલાના એકાઉન્ટ પર પ્રાપ્ત થઈ હતી. આ ફોટો સાથે માહિતી આપવામાં આવી હતી કે, કેરળમાં પૂરમાં મદદ કરી રહેલા RSS સ્વયંસેવક છે.

Archive

ફોટો નંબર – 2

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ ફોટો 18 ઓગસ્ટ 2018ના રોજ RSS રેંગાલી, સંબલપુર નામના ફેસબુક એકાઉન્ટ પર પ્રાપ્ત થયો હતો. આ તસવીર કેરળની હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. આ સાથે બીજી ઘણી તસવીરો પણ શેર કરવામાં આવી છે.

Archive

ફોટો નંબર – 3

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ ફોટો વીએસકેતમિલનાડુ નામની વેબસાઇટ પર પ્રાપ્ત થયો હતો. ફોટોની સાથે અન્ય ઘણી તસવીરો શેર કરતી વખતે તેને કેરળના ઘણા વિસ્તારોમાં પૂરના કારણે રાહત કાર્ય ગણાવ્યું છે.

Archive

ફોટો નંબર -4

તેમજ ચોથા નંબરની ફોટોને પણ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ તસ્વીર રાષ્ટ્રદેવ નામના ફેસબુક પેજ પર 21 ઓગસ્ટ 2019ના પ્રાપ્ત થઈ હતી. રોજ શેર કરવામાં આવી છે. વીડિયોમાં આરએસએસની અન્ય ઘણી તસવીરો શેર કરવામાં આવી છે અને કહેવાય છે કે સ્વયંસેવકો આપત્તિમાં મદદ કરી રહ્યા છે.

તેમજ વધુ સર્ચ કરતા અમને સંઘ પ્રચારક રાજેશ પ્રધાનનુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, વાયનાડમાં લોકોને મદદ કરી રહેલા RSS સ્વયંસેવકોની કેટલીક તસવીરો અને વીડિયો છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પૂર પીડિતોની મદદ કરી રહેલા RSS કાર્યકર્તાઓની વાયરલ તસવીરો તાજેતરની વાયનાડની સ્થિતિની નથી, પરંતુ લગભગ 6 વર્ષ પહેલા કેરળની છે, જ્યારે RSS સ્વયંસેવકો કેરળમાં પૂરમાં લોકોને મદદ કરી રહ્યા હતા.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:RSS સ્વયંસેવકોની જૂની તસવીરો ભ્રામક દાવાઓ સાથે વાયરલ કરવામાં આવી રહી છે...

Fact Check By: Frany Karia

Result: False