
Bharat Vaniya નામના ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કહેવાય છે કે આ મૂર્તિ અયોધ્યા યુ પી શહેરમાંથી નીકળી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી ભગવાન બુદ્ધની મૂર્તિ તાજેતરમાં ઉત્તરપ્રદેશના અયોધ્યામાંથી ખોદકામ દરમિયાન મળી આવી છે. આ પોસ્ટને 72 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલી ભગવાન બુદ્ધની મૂર્તિ તાજેતરમાં ઉત્તરપ્રદેશના અયોધ્યામાંથી ખોદકામ દરમિયાન મળી આવી છે કે કેમ? એ જાણવા માટે અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને અમને ap નામના એક ટ્વિટર યુઝર દ્વારા 2 જૂન, 2016 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, બિહારમાં નાલંદાના જગદીશપુર નજીકથી ખોદકામ સમયે ભગવાન બુદ્ધની વર્ષો જૂની પ્રતિમા મળી આવી. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતી ભગવાન બુદ્ધની મૂર્તિ તાજેતરમાં અયોધ્યા ખાતેતી નહીં પરંતુ 4 વર્ષ પહેલા બિહારમાં નાલંદાના જગદીશપુર નજીકથી ખોદકામ સમયે મળી આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ મૂર્તિનો ફોટો વર્ષ 2016 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જેને તાજેતરમાં અયોધ્યામાં રામમંદિર માટે કરવામાં આવેલા ખોદકામ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતી ભગવાન બુદ્ધની મૂર્તિ તાજેતરમાં અયોધ્યા ખાતેતી નહીં પરંતુ 4 વર્ષ પહેલા બિહારમાં નાલંદાના જગદીશપુર નજીકથી ખોદકામ સમયે મળી આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ મૂર્તિનો ફોટો વર્ષ 2016 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જેને તાજેતરમાં અયોધ્યામાં રામમંદિર માટે કરવામાં આવેલા ખોદકામ સાથે કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર ભગવાન બુદ્ધની આ મૂર્તિ અયોધ્યામાંથી મળી આવી…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
