જાણો ઈઝરાયલ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Missing Context આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર શહેરી વિસ્તારમાં થયેલા હુમલાના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટા તાજેતરમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હુમલાના જે બંને ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરના નહીં પરંતુ જૂના છે. આ બંને ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટા સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 24 માર્ચ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઈઝરાયલ હોળી રમે છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટા તાજેતરમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાના છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા પ્રથમ ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર અમને 16 મે, 2021 ના રોજ nationalheraldindia.com દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઈઝરાયલ દ્વારા ગાઝાપટ્ટી પર હુમલો કરવામાં આવ્યો જેમાં 26 લોકોના મોત થયા હતા.

Archive

આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. muslimmirror.com | khaleejtimes.com

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા બીજા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર અમને 7 ઓક્ટોમ્બર, 2023 ના રોજ aljazeera.com દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, ઈઝરાયલ દ્વારા ગાઝા શહેરમાં આવેલા એક ઉંચા ટાવર પર હુમલો કરીને તોડી પાડવામાં આવ્યું હતું.

Archive

આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. english.metrovaartha.com| nenews.in

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને ફોટા જૂના છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હુમલાના જે બંને ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરના નહીં પરંતુ જૂના છે. આ બંને ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટા સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યા છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો ઈઝરાયલ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context