જાણો મનાલી ખાતે થયેલા ટ્રાફિકના વાયરલ ફોટોનુંશું છે સત્ય….

Missing Context સામાજિક I Social

વર્ષ 2023 ના ડિસેમ્બર મહિનાની છેલ્લી તારીખ અને છેલ્લો દિવસ 31 ડિસેમ્બર આવી રહી છે ત્યારે મનાલી ખાતે થયેલા ટ્રાફિકનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,તાજેતરમાં ઠંડીની મજા માણવા માટે હિમાચલપ્રદેશના મનાલી ખાતે એકઠા થયેલા લોકોના વાહનોના ટ્રાફિકનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મનાલી ખાતેના ટ્રાફિકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ 2022 ના જાન્યુઆરી મહિનાનો છે. જોકે, તાજેતરમાં પણ મનાલીથી અટલ ટનલ સુધી ભારે ટ્રાફિક સર્જાયો હતો. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 29 ડિસેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બેરોજગાર લોકો ને મંદી ભારતમાં કેટલી નડે છે. મનાલી ના પહાડોમાં છૂટક મજૂરી શોધવા જય રહ્યું છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઠંડીની મજા માણવા માટે હિમાચલપ્રદેશના મનાલી ખાતે એકઠા થયેલા લોકોના વાહનોના ટ્રાફિકનો આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો Raid De Himalaya નામના ફેસબુક યુઝર દ્વારા 11 જુલાઈ, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ પોસ્ટના શીર્ષકમાં ‘Manali @YashHanda’ લખવામાં આવ્યું છે. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં સૌથી નીચે વચ્ચે તમે ‘theyashhanda’ લખેલો વોટરમાર્ક પણ જોઈ શકો છો.

https://www.facebook.com/raiddehimalaya.in/posts/pfbid037AWwNXV66vYKBHNe4SSacJEV6yJXXDZQ1urbaoQcb66urg3j7Cgi8u73TR8d1ZAtl

ઉપરોક્ત કીવર્ડને ધ્યાનમાં રાખીને, અમે યશ હાંડાનું એકાઉન્ટ શોધ્યું હતું. જેના પરિણામોમાં અમને Oyeghumnechalસાથે મળીને યશ હાંડાના એકાઉન્ટ પર પ્રકાશિત આજ ફોટો પ્રાપ્ત થયો હતો. આ ફોટો 27 જાન્યુઆરી, 2022 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ ફોટોની નીચે કોમેન્ટમાં અમને યશ હાંડા દ્વારા કરવામાં આવેલી એક કોમેન્ટ પણ મળી હતી જેમાં જણાવાયું હતું કે, તેણે 2જી જાન્યુઆરી, 2022ના રોજ આ ફોટો ક્લિક કર્યો હતો. આ ફોટો હિમાચલ પ્રદેશના મનાલીમાં કેપ્ચર કરવામાં આવ્યો હતો.

હવે એ પણ જાણવું જરુરી હતું કે, તાજેતરમાં મનાલી ખાતે ભારે ટ્રાફિક સર્જાયું છે કે કેમ?

આ માહિતી અંગે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ઘણા સમાચાર મળ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું છે કે, મનાલીના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે. મનાલીથી અટલ ટનલ સુધી ટ્રાફિક જામ છે. જોકે, વાયરલ ફોટો તાજેતરનો નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અર્ધસત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મનાલી ખાતેના ટ્રાફિકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ 2022 ના જાન્યુઆરી મહિનાનો છે. જોકે, તાજેતરમાં પણ મનાલીથી અટલ ટનલ સુધી ભારે ટ્રાફિક સર્જાયો હતો. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ,

ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને

અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ

ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને

ફોલો કરો.)

Avatar

Title:જાણો મનાલી ખાતે થયેલા ટ્રાફિકના વાયરલ ફોટોનુંશું છે સત્ય….

Written By: Vikas Vyas 

Result: Missing Context