શું ખરેખર મૌલિક મહેતા દ્વારા વિનામૂલ્યે બ્રાહ્મણ સમાજની 51 દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

‎‎ડૉ. કિશોર ભટ્ટ નામના ફેસબુક યુઝર દ્વારા 15 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મિત્રો, શ્રી મૌલિક મહેતા ( હળવદ.) ડીસેમ્બર-જાન્યુઆરીમાં જરૂરિયાતવાળા બ્રાહ્મણ પરિવારની દીકરીઓ માટે સમુહ લગ્ન કરાવવા માંગે છે. આજની તારીખે ૨૧ ફોર્મ ભરાણા છે. તેમનુ ૫૧ દીકરીઓના સમુહ લગ્નનુ લક્ષ્ય છે.*જરૂરિયાત મંદ બ્રાહ્મણની દીકરીના લગ્નનો તમામ ખર્ચ કરશું. ચિંતા કર્યા વગર નામ નોંધાવો…એક પૈસો આપવાનો નથી.* *નામ* *ઉમર* *માતાનું નામ* *પિતાનું નામ* *સરનામું* *કોન્ટેક્ટ નં.* *મૌલિક મહેતા* *[email protected]* *9978331901*  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, હળવદના મૌલિક મહેતા દ્વારા ડિસેમ્બર-જાન્યુઆરીમાં જરૂરિયાતમંદ બ્રાહ્મણ પરિવારની 51 દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.. આ પોસ્ટને 17 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 2 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા હળવદના મૌલિક મહેતા દ્વારા બ્રાહ્મણ સમાજની 51 દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરવાના આયોજનની માહિતીના દાવાની સત્યતા તપાસવા માટે સૌપ્રથમ અમે પોસ્ટની માહિતીમાં આપવામાં આવેલા મોબાઈલ નંબર 9978331901 પર કોલ કરતાં અમારી સીધી વાત મૌલિક મહેતા સાથે થઈ હતી. તેઓને આ માહિતી અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “51 દીકરીના સમુહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે વર્ષ 2018 માટે હતું. પરંતુ તે પણ અમુક કારણોસર રદ કરવામાં આવ્યું હતું. હાલમાં આ પ્રકારનું કોઈ જ આયોજન અમારા દ્વારા કરવામાં નથી આવ્યું. આ માહિતી ગયા વર્ષની છે જે હજુ પણ ખોટી રીતે વાયરલ થઈ રહી છે.”

2019-10-23.png

વધુમાં તેઓએ અમને એ પણ જણાવ્યું હતું કે, આ આયોજન અમુક કારણોસર બંધ રખાતાં અમે એની પ્રેસનોટ પણ આપી હતી તેમજ આ માહિતી અમે સોશિયલ મીડિયા પર પણ મૂકી હતી. તેમજ આ પ્રકારનું આયોજન હવે પછી કરવામાં આવશે તો ફરીવાર તેની જાણ અમારા દ્વારા કરવામાં આવશે. મૌલિક મહેતા દ્વારા 2 ઓગષ્ટ, 2018 ના રોજ સોશિયલ મીડિયા પર આયોજન બંધ રાખવાની જે માહિતી મૂકવામાં આવી હતી. તે અમને મોકલી આપી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-web.whatsapp.com-2019.10.23-05_10_17.png

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ મૌલિક મહેતા દ્વારા આ આયોજન વર્ષ 2018 માં કરવાનું હતું પરંતુ એ પણ અમુક કારણોસર બંધ રાખવામાં આવ્યું હતુ. તેમજ હાલમાં તેમના દ્વારા બ્રાહ્મણ સમાજની 51 દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરવાનું કોઈ જ આયોજન કરવામાં આવ્યું નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ મૌલિક મહેતા દ્વારા આ આયોજન વર્ષ 2018 માં કરવાનું હતું પરંતુ એ પણ અમુક કારણોસર બંધ રાખવામાં આવ્યું હતુ. તેમજ હાલમાં તેમના દ્વારા બ્રાહ્મણ સમાજની 51 દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરવાનું કોઈ જ આયોજન કરવામાં આવ્યું નથી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર મૌલિક મહેતા દ્વારા વિનામૂલ્યે બ્રાહ્મણ સમાજની 51 દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False