
ગગો ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અરે વાહ.. CAA NRC ના સમર્થન રેલી માટે પૈસા દઈ માણસો લવાયા.. બોવ સરસ કેવાય લા.. શેયર કરજો“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 115 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 270 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “CAA, NRCના સમર્થનમાં લોકોને ભેગા કરવા રૂપિયા આપી માણસો બોલવવામાં આવ્યા હતા.“

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયો નો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને NEWSWING નામની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો 17 ઓક્ટોબર 2019ના અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મુખ્યમંત્રી રઘુબર દાસની સભામાં ભીડ એકઠી કરવા 200-200 રૂપિયા વહેંચવામાં આવ્યા.“ જે વિડિયો તમે નીચે જોઈ શકો છો.

NEWSWING દ્વારા આ અંગેનો અહેવાલ તેમની વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. NEWSWING | ARCHIVE
ત્યારબાદ અમે ન્યુઝવિંગની ઓફિસનો સંપર્ક સાધ્યો હતો. ત્યાં હાજર રિપોર્ટર સચિનાનંદએ જણાવ્યુ હતુ કે, “આ વિડિયો સીએમની “જોહર નજ આશિર્વાદ રેલી“ બાદનો છે. રેલીમાં સામેલ લોકોને પૈસા આપવામાં આવ્યા હતા. ત્યારનો છે.“
ઝારખંડ લાઈવ નામની વેબસાઈટ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જ તમે નીચે વાંચી શકો છો.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો 3 મહિના પહેલાનો છે. ઝારખંડમાં સીએમ રઘુબર દાસની સભામાં આવેલા લોકોને રૂપિયા આપવાનો કથિત વિડિયો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને સીએએ અને એનઆરસી સાથે કોઈ લેવાદેવા નથી. લોકોને ભ્રામક કરવા આ પ્રકારે ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે.

Title:શું ખરેખર CAA, NRC ના સમર્થનમાં પૈસા દઈ માણસો લાવવામાં આવ્યા હતા..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
