
સોશિયલ મિડિયા પર પોલીસકર્મીઓની બે તસવીરો વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં આરએસએસ પોલીસ જવાનના હાથ પર લખેલું જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં પોલીસ કર્મચારીના બંને હાથમાં પથ્થર દેખાઈ શકે છે. આ બંને ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે,“દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાનની આ બંને તસ્વીરો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ બંને તસ્વીરો હાલના કિસાન આંદોલન સમયની નથી. બંને તસ્વીરો ઘણા વર્ષથી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. ખેડૂત આંદોલન સાથે જોડી ખોટા દાવા સાથે ફોટો વાયરલ થઈ રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ahir Ashvin Pithiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાનની આ બંને તસ્વીરો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવી સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પહેલી ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 16 ફેબ્રુઆરી 2020ના રોજ એક ટ્વીટ મળ્યો, જેમાં વાયરલ ફોટો ઉપરાંત તે જ પોલીસ કર્મચારીના વધુ ફોટા જોવા મળે છે. પોસ્ટમાં તામિલ ભાષામાં કેપ્શનમાં સવાલ કરવામાં આવ્યો હતો કે, “આ પોલીસ કર્મચારી કયા વિભાગનો છે, આ અંગે શું કાર્યવાહી કરવામાં આવશે?”
ત્યારબાદ અમે બીજી ફોટોને ગૂગલ રિવર્સ ઇમેજની મદદથી પોલીસ કર્મચારીના બંને હાથમાં પથ્થરો જોવા મળી શકે છે. અમને આ ફોટો નિર્મલાગીરી કોલેજ એસએફઆઈ નામના ફેસબુક પેજ પર મળી. નોંધનીય છે કે આ ફોટો 23 ઓગસ્ટ 2013ના રોજ અપલોડ કરવામાં આવ્યું હતું. એટલે કે, કિસાન આંદોલનની શરૂઆત પહેલા લગભગ સાત વર્ષથી પહેલાથી જ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
જો કે, આ બંને તસ્વીરો અંગે સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ એક વાત નક્કી છે કે, આ ફોટો હાલના કિસાન આંદોલન સમયની નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ બંને તસ્વીરો હાલના કિસાન આંદોલન સમયની નથી. બંને તસ્વીરો ઘણા વર્ષથી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. ખેડૂત આંદોલન સાથે જોડી ખોટા દાવા સાથે ફોટો વાયરલ થઈ રહી છે.
