લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે હાલમાં ન્યુઝપેપરનુ ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું એક નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, ‘સત્તાની આશા નહોતી એટલે લોકોને અમે ખોટા વચનો આપેલા: ગડકરી’ આ ન્યુઝ પેપરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નીતિન ગડકરી દ્વારા હાલમાં જ તેની સરકાર વિરૂદ્ધમાં નિવેદન આપવામાં આવ્યુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 મે 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નીતિન ગડકરી દ્વારા હાલમાં જ તેની સરકાર વિરૂદ્ધમાં નિવેદન આપવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને નીતિન ગડકરીનું આ નિવેદન યુટ્યુબ પર 8 ઓક્ટોબર 2018ના પ્રાપ્ત થયુ હતુ. જેમાં તેમની જોડે બોલિવુડ એક્ટર નાના પાટેકરને જોઈ શકાય છે. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ વધુ શોધ કરતા અમને ધ ક્વિન્ટ દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે 9 ઓક્ટોબર 2018ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ગડકરીએ મરાઠી ટીવી ચેનલ કલર્સના રિયાલિટી શોમાં કહ્યું કે તેમની પાર્ટીને ખાતરી નથી કે તે સત્તામાં આવશે. આ શો 4 અને 5 ઓક્ટોબરના રોજ કલર્સ ટીવી પર પ્રસારિત થયો હતો. આ શોની ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં ગડકરી અને બોલિવૂડ એક્ટર નાના પાટેકર ચર્ચા કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ ક્લિપ શેર કરી છે.

ધ ક્વિન્ટ | સંગ્રહ

નવભારત ટાઈમ્સ દ્વારા પણ આ જ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે આ લિંક પર ક્લિક કરી વાંચી શકો છો.

તેમજ આ નિવેદન વાયરલ થયાના બીજા જ દિવસે એટલે કે 10 ઓક્ટોબર 2018ના પ્રેસ કોન્ફરન્સ કરી અને ક્લેરિફિકેશન આપ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલું નિવેદન નીતિન ગડકરી દ્વારા હાલમાં નહીં પરંતુ વર્ષ 2018માં આપવામાં આવેલુ હતુ. હાલમાં આ પ્રકારે કોઈ નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યુ નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:નીતિન ગડકરીના જુના નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Missing Context