ગત તારીખ 11 એપ્રિલના “લોક સરકાર ગળતેશ્વર” નામના ફેસબુક યુઝર દ્વારા “જો તમે ગુજરાતી છો તો આ ગ્રુપમાં જોડાઓ જોઈએ ફેસબુકમાં કેટલા ગુજરાતી છે” પેજ પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં લખ્યું હતું કે, પાકિસ્તાન થી ભાજપને સમર્થન મળવાની ખુશીમાં લાહોરની # मुर्ग मुस्सलम उडता चौकीदार # ચોકીદાર ચોર છે #મિલીભગત અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડાપ્રધાન સાથે ભોજન લઈ રહ્યા છે. આ પોસ્ટ પર 145 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા, 86 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા અને 86 લોકો દ્વારા આ પોસ્ટને શેર પણ કરવામાં આવી હતી..

ARCHIVE | PHOTO LINK ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે તે સાંભળીને જ થોડો વિચિત્ર લાગી રહ્યો હતો, માટે અમે આ પોસ્ટ અંગે સત્ય જાણવા અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન કરતા અમને જાણવા મળ્યું હતું કે..

તપાસની શરૂઆતમાં અમે ફોટો ધ્યાનથી જોતા અંદર ઘણી બધી ભૂલો અમને નજરે આવી હતી.

1. અમને નરેન્દ્ર મોદીનો જમણો હાથ ટેબલ પર વિચિત્ર રીતે જોવા મળ્યો હતો.

2. પાણીની એક બોટલ ટેબલ પર જોવા મળી રહી છે, જે અડધી જ દેખાય છે.

3. નરેન્દ્ર મોદીનો ડાબો હાથ ટેબલ પર રહેલા ભોજન ઉપર જોવા મળ્યો હતો.

ત્યારબાદ અમે આ ફોટોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઇમેજમાં સર્ચ કર્યું. પરિણામમાં અમને અલગ-અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉપરોક્ત ફોટોને મળતી ફોટો મળી હતી. ઘણી વેબસાઈટ દ્વારા આ ફોટોને સંદર્ભ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. પરંતુ અમને આ ફોટોમાં ક્યાંય નરેન્દ્ર મોદી જોવા મળ્યા ન હતા..

પરિણામે અમે ગેટ યોર ઈમેજ અને ઓનલાઈન રેસિજે નામની વેબસાઈટ પર ગયા હતા. બંને વેબસાઈટ પર અમને ઉપરોક્ત પોસ્ટને મળતા ફોટો મળ્યા હતા. આ ફોટોમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની જમતા હોવા જોવા મળ્યા હતા. આ વેબસાઈટમાં આ ફોટો સંદર્ભ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો..

બાદમાં અમે આ ફોટોનો સ્ક્રિનશોટ લઈ યાન્ડેક્ષ રિવર્સ ઈમેજમાં સર્ચ કર્યો હતો. જેમાં અમને મળેલા પરિણામોમાં અમને ખાલીદ નામના વ્યક્તિનું ટ્વિટર એકાઉન્ટ મળ્યું હતું. 5 જુલાઈ 2015ના ખાલિદ ખી દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું હતું અને લખવામાં આવ્યું હતું કે કરાંચીના સેહરીમાં પત્ની રેહમ ખાન સાથે પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફના ચીફ ઈમરાન ખાન બેઠા છે. ટ્વિટમાં એ પણ લખવામાં આવ્યું હતું કે આ ફોટો સમર જર્નાલીસ્ટ દ્વારા લેવામાં આવ્યો હતો.

ARCHIVE LINK

ઉપરોક્ત ટ્વિટમાંથી લેવામાં આવેલા ફોટોને વાયરલ થઈ રહેલા ફોટો સાથે સરખાવવામાં આવે તો ઘણી સત્યતા સામે આવી હતી, સાચી ફોટોમાં ઈમરાન ખાન સાથે તેમની પત્ની રેહમ ખાન ભોજન લેતા જોવા મળી રહ્યા છે, નીચે આપ બંને તસ્વીર વચ્ચેની સરખામણી જોઈ શકો છો..

ઉપરોક્ત પોસ્ટમાં જોઈ શકાય છે કે, રેહમ ખાનની જગ્યાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફોટોને ફોટોશોપના માધ્યમથી મૂકવામાં આવી હોવાનું સાબિત થાય છે.

ત્યારબાદ અમે તે પણ તપાસ કરી હતી કે, નરેન્દ્ર મોદીનો આ ફોટો ક્યાંનો છે? મોદીના ફોટોનો સ્ક્રિનશોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજ પર સર્ચ કરતા અમને મળેલા પરિણામોમાં 21 ડિસેમ્બર, 2017ના પંજાબ કેસરી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચાર મળ્યા હતા. આ સમાચારમાં અમને નરેન્દ્ર મોદીનો જે ફોટો મળ્યો હતો તે ફોટોનો જ ઉપયોગ ઉપરોક્ત પોસ્ટમાં ફોટોશોપના માધ્યમથી કરવામાં આવ્યો હતો અને લીલી ટોપી પહેરાવી ઈમરાન ખાન સાથે જોડી દેવામાં આવ્યો હતો...

Punjabkesri | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. ઓરિજનલ ફોટોમાં ઈમરાન ખાન સાથે તેમના પત્ની છે પરંતુ ફોટોશોપના માધ્યમથી નરેન્દ્ર મોદીનો ફોટો એડિટ કરવામાં આવ્યો હોવાનું અમારી પડતાલ/તપાસમાં સામે આવ્યું છે.

Avatar

Title:શું ખરેખર નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પીએમ સાથે ભોજન લીધું હતું..? જાણો શું છે સત્ય........

Fact Check By: Frany Karia

Result: False