
Faruk Sumara નામના ફેસબુક પેજ દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આટલીબધી પોલીસની હાજરીમાં એક માણસ ફાયરિંગ કરીને જતો રહે,આને મોદીરાજ કહેવાય કે ગુંડારાજ?.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 219 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 18 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 52 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોલીસ હાજર હોવા છતા આ શખ્સ ફાયરિંગ કરીને ત્યાંથી નાસી છુટ્યો હતો.”
ઉપોરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને NEWS 18નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, જામિયામાં ફાયરિંગ કરનાર શખ્સ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. જે તમે નીચે વાંચી શકો છો.
તેમજ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને Sreenivasan Jain દ્વારા તેમના ઓફિશિયલ એકાઉન્ટ પર થી આ ઘટના અંગેનો સંપૂર્ણ વિડિયો રિલિઝ કરવામાં આવેલો હતો. જે વિડિયો તમે નીચે જોઈ શકો છો. જેમાં આ શખ્સને ફાયરિંગ કર્યા બાદ પોલીસ દબોચી અને કારમાં બેસાડી અને લઈ જઈ રહી છે.
તેમજ UZAIR HASAN RIZVI દ્વારા પણ આ ઘટના અંગેનો વિડિયો બીજા એંગલથી અપલોડ કરવામાં આવ્યો હતો. જે પણ તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, જામિયા બહાર ફાયરિંગ કરનાર શખ્સ ભાગી ગયો હોવાની વાત તદન ખોટી છે. પોલીસ તુરંત જ તેની ધરપકડ કરી લીધી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ફાયરિંગ કરીને શખ્સ નાસી છૂટયો તે વાત ખોટી છે, ફાયરિંગ કરનાર શખ્સની પોલીસે તુરંત ધરપકડ કરી હતી. તેમજ તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો..

Title:શું ખરેખર ફાયરિંગ કરીને આ શખ્સ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
