શું ખરેખર જામિયાના જે વિદ્યાર્થી પર ફાયરિંગ થયુ હતુ તે જ લાઈબ્રેરીમાં પથ્થર સાથે જોવા મળ્યો..? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Himanshu Shukla નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામિયાના વિદ્યાર્થીનું નાટક પકડાઈ ગયુ…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 20 લોકો દ્વારા શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામિયાના જે વિદ્યાર્થી પર ફાયરિંગ થયુ તે જ વિદ્યાર્થી પથ્થર સાથે જામિયાની લાઈબ્રેરીના સીસીટીવીમાં કેદ થયો હતો.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બીજા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને VIKRANT નામના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયું હતુ જેમાં પોસ્ટ સાથેના બંને ફોટો શેર કરવામાં આવ્યા હતા અને પૂછવામાં આવ્યુ હતુ કે, “આ બંને વ્યક્તિ એક જ છે.?” જે ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ ઘટના 15 ડિસેમ્બર 2019ના બનવા પામી હતી. કનક ન્યુઝ દ્વારા અપલોડ કરવામાં આવેલા સીસીટીવીમાં 1.37 સેકેન્ડ પર આ વિદ્યાર્થી દેખાઈ છે. ત્યારે સાંજના 6.05.30 વાગ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ અમે ફાયરિંગમાં ઘાયલ થયેલા શાબાદ ફારૂકનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, CCTVમાં જે વિદ્યાર્થી દેખાઈ છે તે પોતે નથી. તે સમયે એટલે કે 15 ડિસેમ્બર 2019ના તેઓ જશ્ન-એ-રેખતામાં ગયા હતા.” જશ્ન-એ-રેખતાની વેબસાઈટમાં આપવામાં આવેલી માહિતી મુજબ આ કાર્યક્રમ ઈન્ડિયા ગેટ પાસેના મેયર ધ્યાન ચંદ નેશનલ સ્ટેડિયમમાં રાખવામાં આવેલો હતો.

તેમજ શાબાદ ફારૂખ દ્વારા આ કાર્યક્રમના તેમના ગ્રુપ સાથેના ફોટોગ્રાફ પણ અમને મોકલાવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

ત્યારબાદ અમે જામિયાના પીઆરઓ અહમદ અઝીમનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “સીસીટીવીમાં જે વિદ્યાર્થી દેખાઈ છે તે પોલીટિકલ સાઈન્સ વિભાગનો પીએચડીનો વિદ્યાર્થી મહમ્મદ અશરફ ભાટ છે. જે પ્રોફેસર કદલૂર સાવીત્રીની અંડરમાં અભ્યાસ કરે છે.”

PDF 

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને ફોટો અલગ-અલગ વ્યક્તિઓના છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો બંને અલગ-અલગ વ્યક્તિઓના છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. 

Avatar

Title:શું ખરેખર જામિયાના જે વિદ્યાર્થી પર ફાયરિંગ થયુ હતુ તે જ લાઈબ્રેરીમાં પથ્થર સાથે જોવા મળ્યો..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False