પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં જાપાનમાં આવેલા ભૂકંપ બાદના સુનામીનો નથી, પરંતુ એપ્રિલ 2023માં દક્ષિણ ઈંગ્લેડમાં કેપ કોર્નવાલનો છે.

વર્ષ 2024ની શરૂઆતના પહેલા જ દિવસે જાપાનમાં જોરદાર ભૂકંપના કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે ભૂકંપ બાદ સુનામીની પણ ચેતવણી આપવામાં આવી છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થી રહ્યો છે જેમાં મોટા-મોટા દરિયામાં ઉછળતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં જાપાનમાં આવેલા ભૂકંપ બાદ સુનામીની કરવામાં આવેલી આગાહી બાદનો આ વીડિયો છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ગુજરાત પહેરેદાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 જાન્યુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં જાપાનમાં આવેલા ભૂકંપ બાદ સુનામીની કરવામાં આવેલી આગાહી બાદનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને યુએસએ ટુડેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ જ વીડિયો 13 એપ્રિલ 2023ના અપલોડ કરવામાં આવ્યો હતો અને જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “નોઆ તોફાન દક્ષિણ ઇંગ્લેન્ડના કેપ કોર્નવોલમાં જોરદાર પવન અને વિશાળ તરંગો લાવ્યું. વાવાઝોડાને કારણે આ વિસ્તારમાં વૃક્ષો અને વીજ લાઈનો તૂટી પડી હતી.”

તેમજ બીબીસી દ્વારા પણ આ જ વીડિયોને આ માહિતી સાથે તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ આ વીડિયો સાથે જૂદા મીડિયા હાઉસ દ્વારા પણ માહિતી પ્રસારિત કરવામાં આવી હતી. જે તમે આ લિંક, લિંક, લિંક, લિંક, પર ક્લિક કરીને વાંચી શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં જાપાનમાં આવેલા ભૂકંપ બાદના સુનામીનો નથી, પરંતુ એપ્રિલ 2023માં દક્ષિણ ઈંગ્લેડમાં કેપ કોર્નવાલનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જાપાનમાં ભૂકંપ બાદનો વીડિયો છે...? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False