શું ખરેખર મહિલાના પગે પડેલ વ્યક્તિ ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી છે…? જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં જોવા મળતા વ્યક્તિ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી નથી, પરંતુ દિલ્હીના વિકાસપુરી વિધાનસભાના ભાજપના ઉમેદવાર સંજય સિંહ છે. ફેબ્રુઆરી 2021માં દિલ્હીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાનનો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ચાલી રહેલા તમામ પાર્ટીના પ્રચારને લઈ સોશિયલ મિડિયાની ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક વ્યક્તિ એક મહિલાના પગે પડેલા જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલાના પગે પડેલી વ્યક્તિ અન્ય કોઈ નહિં પરંતુ ગુજરાતના શિક્ષણમંત્રી અને ભાજપા નેતા જીતુ વાઘાણી છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
gujarat_career_club નામના ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા તારીખ 21 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહિલાના પગે પડેલી વ્યક્તિ અન્ય કોઈ નહિં પરંતુ ગુજરાતના શિક્ષણમંત્રી અને ભાજપા નેતા જીતુ વાઘાણી છે.”
Malaviya Paresh નામના ફેસબુક યુઝર દ્વારા પણ તારીખ 22 નવેમ્બર 2022ના આ જ પોસ્ટ આ જ દાવા સાથે શેર કરવામાં આવી હતી.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને 5 ફેબ્રુઆરી, 2020 ના રોજ વન ઈન્ડિયા હિન્દી દ્વારા તેમની યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત કરવામાં આવેલો એક વિડિયો પ્રાપ્ત થયો હતો. દિલ્હી ચૂંટણી સાથે જોડાયેલા સમાચારનો આ વિડિયો છે. વિડિયોમાં દિલ્હી બીજેપી ઉમેદવાર સંજય સિંહ લોકોના પગે પડીને વોટ માંગતા હોવાનું જોવા મળી રહ્યુ છે.
તેમજ વન ઈન્ડિયા દ્વારા તેમની વેબસાઈટ પર આ અંગેના સમાચાર પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં જોવા મળતા વ્યક્તિ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી નથી, પરંતુ દિલ્હીના વિકાસપુરી વિધાનસભાના ભાજપના ઉમેદવાર સંજય સિંહ છે. ફેબ્રુઆરી 2021માં દિલ્હીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાનનો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર મહિલાના પગે પડેલ વ્યક્તિ ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી છે...? જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: False