
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એબીપી સમાચાર ચેનલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બે હજાર રુપિયાની નોટને ફ્રીજમાં રાખવાતી તેમાં લગાવવામાં આવેલી ચીપ એક્ટિવ થાય છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એબીપી સમાચાર ચેનલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો એબીપી સમાચાર ચેનલ દ્વારા બે હજાર રુપિયાની નોટમાં કોઈ પણ પ્રકારની ચીપ ન હોવાના એક વાયરલ મેસેજના કરવામાં આવેલા સત્યની તપાસનો એક ભાગ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Thakor Ankit નામના ફેસબુક યુઝર દ્વારા 8 નવેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ફ્રીજ માં નોટ રાખવા થી ચીપ એક્ટિવ થાય છે.. कितने યશસ્વી लोग हे… તમારી માટે સોધી ને લાવ્યો છું. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બે હજાર રુપિયાની નોટને ફ્રીજમાં રાખવાતી તેમાં લગાવવામાં આવેલી ચીપ એક્ટિવ થાય છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Vikas Mahiya દ્વારા યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 16 નવેમ્બર, 2016 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, શું ખરેખર બે હજાર રુપિયાની નોટને 0 ડિગ્રી પર ફ્રીઝરમાં રાખવાથી તેમાં ચીપ જોવા મળે છે? આ માહિતીનું સત્ય તપાસતો આ વીડિયો ABP દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. પરંતુ આ સંપૂર્ણ વીડિયોમાં ક્યાંય પણ બં હજાર રુપિયાની નોટમાં ચીપ હોય એવું ક્યાંય સાબિત થતું નથી. એબીપી દ્વારા પણ આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એબીપી ન્યૂઝ દ્વારા તેની સત્તાવાર વેબસાઈટ પર 15 નવેમ્બર, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જેમાં એબીપી સમાચાર ચેનલ દ્વારા 4.51 મિનિટનો સંપૂર્ણ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા બે હજારની નોટને લગતા દાવાનું સત્ય તપાસવામાં આવ્યું હતું. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, બે હજારની નોટને 0 ડિગ્રી પર ફ્રીઝરમાં રાખવાથી તેમાં ચીપ જોવા મળે છે. પરંતુ આ દાવાનું પ્રેક્ટિકલ કરીને એબીપી દ્વારા એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં બે હજારની નોટમાં કોઈ પણ પ્રકારની ચીપ ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ વીડિયોમાં તમે 2.05 મિનિટ પછી તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એબીપી સમાચાર ચેનલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર બે હજાર રુપિયાની નોટને ફ્રીજમાં મૂકવાથી ચીપ એક્ટિવ થાય છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Missing Context
