તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથ-પગ બાંધી દીધેલી યુવતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં એક હિંદુ વિદ્યાર્થીનીના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હાથ-પગ બાંધી દીધેલી યુવતીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ જગન્નાથ યુનિવર્સિટીમાં અવંતિકા નામની વિદ્યાર્થીનીના આત્મહત્યાના વિરોધમાં ભજવવામાં આવેલા એક શેરી નાટકનો છે. આ વીડિયોને બાંગ્લાદેશની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 7 ઓગષ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશમાં હિન્દુ ઓ આટલા સુરક્ષિત છે એટલે હજી સમય છે સમજી જાવ. 🙄 ये बांग्लादेश में पढ़ने गई एक हिन्दू छात्रा है.. 😭😭 आप की भी बेटी का नंबर आएगा बस भाईचारा बनाये रखें 😭😭. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં એક હિંદુ વિદ્યાર્થીનીના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ તેનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને એવી માહિતી પ્રાપ્ત થઈ હતી કે, આ વીડિયો બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આવેલી જગન્નાથ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ભજવવામાં આવેલા સ્ટ્રીટ પ્લેનો છે.

નીચે આપેલ ફોટો જોશો તો ખબર પડશે કે, વાયરલ વીડિયોમાં યુવતીને જે જગ્યા પર બાંધવામાં આવી છે એ અને જગન્નાથ યુનિવર્સિટી કેમ્પસ એક જ જગ્યા છે.

unnamed.png

શું છે સમગ્ર મામલો...?

જગન્નાથ યુનિવર્સિટીના વિદ્યાર્થી ફૈરુઝ સદફ અવંતિકાની આત્મહત્યાના વિરોધમાં બુધવારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં વિરોધ રેલી અને મશાલ સરઘસ સહિત અનેક કાર્યક્રમો યોજ્યા હતા.

વિદ્યાર્થીઓએ એવો આરોપ લગાવ્યો છે કે, "યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશનની બેજવાબદારીથી અવંતિકાને આત્મહત્યા કરવાની ફરજ પડી,". આ ઘટનાની તપાસ થવી જોઈએ અને દોષિતોને સજા થવી જોઈએ.”

અવંતિકાની આત્મહત્યાની ઘટના પર યુનિવર્સિટીના ડ્રામા વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આર્ટ પર્ફોર્મન્સમાં વાયરલ થયેલા વીડિયોમાંની જગ્યા નીચેના ફોટોમાં જોઈ શકાય છે.

unnamed (1).png

News Archive 1 | News Archive 2

8 માર્ચે ચેનલ 24 નામની યુટ્યુબ ચેનલે અવંતિકાની આત્મહત્યાનો વિરોધ કરી રહેલા જગન્નાથ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, "અવંતિકાના મૃત્યુ માટે ન્યાયની માંગ કરવા માટે ટોર્ચ માર્ચ."

વીડિયોના 0:45 અને 1:20 મિનિટે વાયરલ થયેલા વીડિયોમાં તમે વાયરલ વીડિયોમાં દેખાતી યુવતીને જોઈ શકો છો.

unnamed (2).png

આ વીડિયો વાયરલ થયા બાદ યુવતીએ ન્યૂઝ 24 ચેનલ સાથે વાત કરતા કહ્યું, 'મારું નામ ત્રિશા છે અને મારો બાંગ્લાદેશ છાત્ર લીગ સાથે કોઈ સંબંધ નથી.' અવંતિકા અપુના મૃત્યુ પછી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, તે જ સમયે મેં તે શેરી નાટકમાં અભિનય કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ મારા સંબંધીઓ અને પરિચિતોએ મને ફોન કરીને ઘટનાની વિગતો પૂછી હતી. તેઓને પણ લાગ્યું કે, આ મારા પર થયેલા અત્યાચારનો મામલો છે.

ખોટા દાવા સાથે વીડિયો વાયરલ થયા પછી, 26 જુલાઈના રોજ ફેસબુક પેજ 'JNU શોર્ટ સ્ટોરી' એ તે જ વીડિયો શેર કર્યો અને અહેવાલ આપ્યો કે, વીડિયોમાંની છોકરી જગન્નાથ યુનિવર્સિટીની વિદ્યાર્થી છે, જ્યાં અવંતિકાની આત્મહત્યાના વિરોધમાં એક શેરી નાટક ભજવવામાં આવ્યું હતું.

https://www.facebook.com/reel/427359696808373

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હાથ-પગ બાંધી દીધેલી યુવતીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ જગન્નાથ યુનિવર્સિટીમાં અવંતિકા નામની વિદ્યાર્થીનીના આત્મહત્યાના વિરોધમાં ભજવવામાં આવેલા એક શેરી નાટકનો છે. આ વીડિયોને બાંગ્લાદેશની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુ વિદ્યાર્થીનના હાથ-પગ બાંધી દીધા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False