શું ખરેખર રાજસ્થાન સરકાર દ્વારા મસ્જિદ માટે 100 કરોડ ફાળવ્યા છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની એક તસ્વીર સોશિયલ મિડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે. તસવીરમાં સીએમ અશોક ગેહલોત હાથ જોડીને ઉભા છે. તસવીરમાં લખ્યું છે કે રાજસ્થાન સરકારે તેના બજેટમાં દરગાહ બનાવવા માટે 100 કરોડ રૂપિયા આપ્યા છે. આ તસવીર શેર કરતી વખતે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “રાજસ્થાનમાં મુસ્લિમ દરગાહોને ટૂરિસ્ટ સર્કિટ બનાવવા માટે 100 કરોડનું બજેટ મંજૂર કરાયુ.”

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથ શેર કરવામાં આવેલા દાવા મુજબ માત્ર મસ્જિદ માટે જ નહિં પરંતુ રાજસ્થાનમાં તમામ ધાર્મિક સ્થળોને વિકસાવવા માટે સરકાર દ્વારા 100 કરોડ રૂપિયાને મંજૂરી આપવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dhaval J Vadher નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 માર્ચ 2021ના MOCHI SAMAJ નામના ફેસબુક પેજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજસ્થાનમાં મુસ્લિમ દરગાહોને ટૂરિસ્ટ સર્કિટ બનાવવા માટે 100 કરોડનું બજેટ મંજૂર કરાયુ.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને દૈનિક ભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. 

અહેવાલ અનુસાર, રાજસ્થાન સરકારે રાજ્યમાં સર્વધર્મ સંભાવને પ્રોત્સાહન આપવા માટે 100 કરોડ રૂપિયાનું બજેટ આપ્યું છે. 100 કરોડ રૂપિયાના આ બજેટથી વિવિધ ધાર્મિક પર્યટન સ્થળો વિકાસવવામાં આવશે. જેમાંથી 8 હિન્દુ તીર્થસ્થળો, મુસ્લિમ જીયારત સ્થાન 10, જૈન તીર્થસ્થાનો 9 અને 8 શીખ તીર્થસ્થાનોનો સમાવેશ કરવામાં આવશે.

ભાસ્કર | સંગ્રહ

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે રાજસ્થાન સરકારના બજેટને શોધવા પ્રયત્ન કર્યો હતો. રાજસ્થાન સરકારના બજેટમાં સ્પષ્ટ લખ્યું છે કે, “રાજ્ય સરકાર રાજ્યના તમામ ધાર્મિક સ્થળોના વિકાસ માટે 100 કરોડ રૂપિયા ખર્ચ કરશે. જે તમે નીચે જોઈ શકો છો.

બજેટ

તેમજ વધુ તપાસ દરમિયાન અમને આજતકની યુટ્યુબ ચેનલ પર રાજસ્થાન સરકારના બજેટને સંબંધિત એક વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં સીએમ અશોક ગેહલોત બજેટ વાંચતા નજરે પડે છે. વિડિયોમાં પણ સીએમ અશોક ગેહલોત એમ કહેતા નજરે પડે છે કે, “રાજસ્થાન સરકાર સર્વધર્મ સુમેળને પ્રોત્સાહન આપવા માટે 100 કરોડનું બજેટ આપી રહી છે. જેમાં તમામ ધર્મોના સ્થળોનો સમાવેશ કરવામાં આવશે.

તેમજ પોસ્ટ સાથે વાયરલ ફોટોને ધ્યાનથી જોતા અમને જાણવા મળ્યુ કે, આ એક જાહેરાત છે, જે ખાનગી સંસ્થા(વ્યક્તિ) દ્વારા રાજસ્થાન સરકારનો આભાર વ્યક્ત કરતા ન્યુઝપેપરમાં આપવામાં આવી છે. જે રાજસ્થાન પત્રિકામાં 12 માર્ચ 2021ના 13 નંબરના પેજ પર છાપવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથ શેર કરવામાં આવેલા દાવા મુજબ માત્ર મસ્જિદ માટે જ નહિં પરંતુ રાજસ્થાનમાં તમામ ધાર્મિક સ્થળોને વિકસાવવા માટે સરકાર દ્વારા 100 કરોડ રૂપિયાને મંજૂરી આપવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર રાજસ્થાન સરકાર દ્વારા મસ્જિદ માટે 100 કરોડ ફાળવ્યા છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False