
હાલ સોશિયલ મિડિયામાં મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રધાનમંત્રીના વારાણસીના જનસંપર્ક કાર્યાલયનો એક ફોટો છે અને તેની નીચે તેની કિંમત 7.5 કરોડ રૂપિયા લખવામાં આવી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી દ્વારા તેમનું વારાણસીનું કાર્યાલય OLX પર વહેંચવા માટે કાઢવામાં આવ્યુ છે.જેની કિંમત 7.5 કરોડ રૂપિયા રાખી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે કે, પ્રધાનમંત્રી દ્વારા તેમનું કાર્યાલય વહેચવા માટે નથી કાઢવામાં આવ્યુ. પરંતુ આવારા તત્વો દ્વારા આ પ્રકારે OLX પર મેસેજ મોકલવામાં આવતો હતો. જે ચાર શખ્સો સામે ફરિચાદ દાખલ કરી અને ધરપકડ કરવામાં આવી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Girish Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રધાનમંત્રી દ્વારા તેમનું વારાણસીનું કાર્યાલય OLX પર વહેંચવા માટે કાઢવામાં આવ્યુ છે.જેની કિંમત 7.5 કરોડ રૂપિયા રાખી છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને INDIA TODAY નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓફિસ ઓએલએક્સ પર વહેંચવા કાઢનાર સામે ફરિયાદ નોંધવામાં આવી.”
તેમજ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને સર્ચ કરતા અમને સંદેશ ન્યુઝનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પ્રધાનમંત્રીના વારાણસીના કાર્યાલયની OLX પર જાહેરાત મુકનાર 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.”
વારાણસી પોલીસ દ્વારા તારીખ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ કેસને લઈને એસપીની બાઈટ શેર કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમર ઉજાલા દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર, મુખ્ય આરોપી શિક્ષક છે તે બુક પણ લખી ચુક્યો છે અને તેમણે 7.5 લાખ રૂપિયા કમિશનની આશાએ આ પોસ્ટ કરી હોવાનું પોલીસને જણાવ્યુ હતુ. આ અહેવાલ તમે નીચે વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, પ્રધાનમંત્રી દ્વારા તેમનું કાર્યાલય વહેચવા માટે નથી કાઢવામાં આવ્યુ. આવારા તત્વો દ્વારા આ પ્રકારે OLX પર મેસેજ મોકલવામાં આવતો હતો. જે ચાર શખ્સો સામે ફરિચાદ દાખલ કરી અને ધરપકડ કરવામાં આવી છે.

Title:શું ખરેખર પીએમ મોદી દ્વારા તેમનું કાર્યાલય OLX પર વેંચવા કાઢ્યુ છે…?
Fact Check By: Yogesh KariaResult: Missing Context
