શું ખરેખર સરકાર દ્વારા મહિલાઓ માટે પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના લોંચ કરવામાં આવી છે.? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

સરકારી યોજના શેયર કરો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના ફોર્મ વિગતવાર માહિતી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 702 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 37 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 211 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા મહિલાઓ માટે પ્રધાનમંત્રી ધનલક્ષ્મી યોજના લોંચ કરવામાં આવી, આ યોજના હેઠળ મહિલાઓને 5 લાખ રૂપિયા સિધી બેંકમાં જ મળશે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે (મિનિસ્ટ્રી ઓફ વુમન અને ચાઈલ્ડ ડેવલોપમેન્ટ)ની મુલાકાત લીધી હતી. તેમજ આર્ટીકલમાં આપવામાં આવેલી લિંક પરની મુલાકાત લેતા કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

ઉપરાંત, જ્યારે ભારત સરકારની ‘ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર’ વેબસાઇટ પર સર્ચ કરતા અમને આ નામની કોઈ યોજના પ્રાપ્ત થઈ ન હતી. આ યોજના વિશેની માહિતી અન્ય કોઈ સરકારી પોર્ટલ પર મળી ન હતી. તદુપરાંત, આ યોજના વિશે કોઈ મીડિયામાં અહેવાલો પણ ન હતા. જો આવી કોઈ સરકારી યોજના હોત, તો મીડિયાએ તેના લોન્ચિંગ વિશે જાણકરી આપવામાં આવી હોત.

તેમજ, ‘પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)’ એ ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, “કેન્દ્ર સરકારની આવી કોઈ યોજના નથી અને આ સંદેશો નકલી છે.”

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારે સરકાર દ્વારા કોઈ યોજના લોંચ કરવામાં નથી. લોકો સુધી ખોટી માહિતી આપવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર સરકાર દ્વારા મહિલાઓ માટે પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના લોંચ કરવામાં આવી છે.? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False