
હાલમાં, કેટલાક મહિનાઓથી, કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ વિશે ઘણા બધા સમાચાર, ફોટો અને વિડિયો સોશિયિલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કિસાન નેતા રાકેશ ટિકૈત પર ગાઝીપર બોર્ડર પર લાગેલા ટેન્ટનું ભાડુ ન ચૂકવતા યુપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ રાકેશ ટિકૈત પર કોઈ ફરિયાદ નથી નોંધાઈ. જેની પૃષ્ટી ગાઝિયાબાદ એસએસપી દ્વારા કરવામાં આવ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સાયબર યોદ્ધા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કિસાન નેતા રાકેશ ટિકૈત પર ગાઝીપર બોર્ડર પર લાગેલા ટેન્ટનું ભાડુ ન ચૂકવતા યુપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કર્યુ હતુ પરંતુ અમને કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
જ્યારે અમે તેની પુષ્ટિ કરવા માટે રાકેશ ટિકૈતના પુત્ર ચરણસિંહ ટિકૈતનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આ દાવાને નકારી કાઢતા કહ્યુ હતુ કે, “જે સમાચાર વાયરલ થઈ રહ્યા છે તે એકદમ બનાવટી છે. આવું કંઈ થયું નથી, અને મારા પિતા સામે કોઈ એફઆઈઆર નોંધાઈ નથી.“
આ પછી, અમે વધુ માહિતી માટે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એસએસપી કલાનિધિ નૈથાનીની ઓફિસનો સંપર્ક કર્યો અને અમને જણાવ્યુ હતુ કે, “અમારી પાસે આવી કોઈ એફઆઈઆર નોંધાયેલ નથી. વાયરલ થતો આ સમાચાર ખોટો છે.“
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ રાકેશ ટિકૈત પર કોઈ ફરિયાદ નથી નોંધાઈ. જેની પૃષ્ટી ગાઝિયાબાદ એસએસપી દ્વારા કરવામાં આવ્યો છે.

Title:શું ખરેખર રાકેશ ટિકૈત પર ટેન્ટનું ભાડુ ન ચૂકવતા ફરિયાદ નોંધાવવામાં આવી….?
Fact Check By: Yogesh KariaResult: False
