
Mahendra Patel નામના ફેસબુક યુઝર દ્વારા 30 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીના ફોટો સાથે એવું લખેલું છે કે, कोंग्रेस कोई राजनैतिक पार्टी नहीं एक छुपा हुआ आतंकवादी मुस्लिम संगठन है, जो देश और हिन्दू धर्म संस्कृति को दीमक की तरह खा रहा है. પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સુબ્રહ્મણ્યમ સ્વામીએ એવું કહ્યું છે કે, કોંગ્રેસ કોઈ રાજનૈતિક પાર્ટી નથી પરંતુ એક છૂપાયેલું આતંકી સંગઠન છે જે દેશ અને હિન્દુ ધર્મ સંસ્કૃતિને ઉધઈની માફક ખાઈ રહ્યું છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 242 લોકોએ લાઈક કરી હતી. 52 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 69 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામી દ્વારા આ પ્રકારનું કોઈ નિવેદન આપવામાં આવ્યું હોત તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા તેને પ્રસારિત કરવામાં પણ આવ્યા હોત. જો કે ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામી તેમના વિવાદિત નિવેદનો માટે ઘણીવાર મીડિયા માધ્યમોમાં ચર્ચાનો વિષય પણ બન્યા છે. એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ कोंग्रेस कोई राजनैतिक पार्टी नहीं एक छुपा हुआ आतंकवादी मुस्लिम संगठन है, जो देश और हिन्दू धर्म संस्कृति को दीमक की तरह खा रहा है : सुब्रह्मण्यम स्वामी સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી આગળની તપાસમાં યુટ્યુબનો સહારો લઈ कोंग्रेस कोई राजनैतिक पार्टी नहीं एक छुपा हुआ आतंकवादी मुस्लिम संगठन है, जो देश और हिन्दू धर्म संस्कृति को दीमक की तरह खा रहा है : सुब्रह्मण्यम स्वामी સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે ગુગલ અને યુટ્યુબ પર અંગ્રેજીમાં Congress is not a political party, a hidden terrorist organization which is eating country and Hindu religion culture like a termite: Subrahmanyam Swami લખીને પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને શોધવાની કોશિશ કરી હતી પરંતુ ત્યાં પણ અમને એ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી વધુ તપાસમાં અમે સુબ્રહ્મણ્યમ સ્વામીના ફેસબુક અને ટ્વિટર પર પણ પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાં પણ અમને એ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.


આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, સુબ્રહ્મણ્યમ સ્વામી દ્વારા અત્યાર સુધી ક્યારેય આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામી દ્વારા ક્યારેય આ પ્રકારનું નિવેદન આપવામાં નથી આવ્યું.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
